ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટ્રેનમાંથી અધવચ્ચે ઉતર્યો યુવક, કોઈ હેરાન કરતું હોવાની ફરિયાદ કરી શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Last Updated: 12:25 PM, 15 September 2026
ADVERTISEMENT
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી રાજુ નામનો યુવક જામનગરથી ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં નીકળ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તે ટેન્શનમાં અને માનસિક રીતે પરેશાન હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
રાજુ જામનગરથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનમાં સવાર થયો હતો
મળતી માહિતી મુજબ, રાજુ જામનગરથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનમાં સવાર થયો હતો, પરંતુ રસ્તામાં અમદાવાદ ખાતે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. ત્યારબાદ તેણે પોલીસને ફોન કરીને કોઈ વ્યક્તિ દ્વારા પોતાને હેરાન કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ શહેરકોટડા પોલીસે તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT
પોલીસે રાજુની તેના ભાઈ સાથે ફોન પર વાત પણ કરાવી
પોલીસે રાજુની તેના ભાઈ સાથે ફોન પર વાત પણ કરાવી હતી. રાજુએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું, જેના પગલે તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની ખાતરી આપી હતી. આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ રાજુને નાસ્તા માટે રૂ.100 પણ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
રાજુ ગઈકાલ રાતથી પોલીસ સ્ટેશનમાં જ હતો
રાજુ ગઈકાલ રાતથી પોલીસ સ્ટેશનમાં જ હતો. દરમિયાન પોલીસ સ્ટેશનમાં તક મળતા તે ઇલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. થોડા સમય બાદ પોલીસને તે રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અંજારમાં 7.5 ઈંચ વરસાદથી જળાશયો છલકાયા!
પોલીસે તપાસ હાથ ધરી
ADVERTISEMENT
રાજુએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તે છેલ્લા ચાર દિવસથી જામનગરમાં ટેન્શનમાં અને માનસિક રીતે પરેશાન હતો. આ ઉપરાંત, રાજુ સાથે રહેલા તેના એક મિત્રનો ફોન ન ઉપાડતા પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો