ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતની 70 ખાનગી બી.એડ. કોલેજો હવે સરકારના રડાર પર, જાણો કેમ?
Last Updated: 02:30 PM, 12 September 2026
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લામાં આવેલી એક બી.એડ. કોલેજમાં ગેરરીતિની ફરિયાદો અંગે હાથ ધરાયેલી તપાસમાં રાજ્યની આશરે ૭૦ ખાનગી બી.એડ. કોલેજોમાં નિયમોના સંભવિત ભંગ સામે આવ્યા છે.
ADVERTISEMENT
આ સંસ્થાઓ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)ની માન્ય મંજૂરી વિના ચાલતી હોવાનું સામે આવતાં સરકારની તપાસના દાયરામાં આવી છે. યુનિવર્સિટી સાથે જોડાણ અને વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એનસીટીઈની મંજૂરી ફરજિયાત છે. આ કોલેજોમાં આશરે ૮,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનના કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે રાજ્યમાં કુલ ૩૬૬ બી.એડ. કોલેજો છે.
ADVERTISEMENT
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એનસીટીઈએ કેટલીક ખાનગી બી.એડ. કોલેજોને મંજૂરી આપી હતી અને તેમને કાઉન્સિલ સમક્ષ ચકાસણી તથા પુષ્ટિના અહેવાલો રજૂ કરવા જણાવાયું હતું. એનસીટીઈ પોર્ટલ પર ૨૯૬ કોલેજોના રિપોર્ટ ઉપલબ્ધ છે, જ્યારે આશરે ૭૦ ખાનગી કોલેજો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
આ તપાસની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આવેલી વનિતાબહેન બચુભાઈ નંદોલા બી.એડ. કોલેજની મંજૂરીમાં સામે આવેલી અનિયમિતતાઓ બાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ સંસ્થાઓને પત્ર લખીને પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા અને બાકી રહેલા અહેવાલો તાત્કાલિક રજૂ કરવા નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે આ મામલો કોલેજો અને યુનિવર્સિટીઓ વચ્ચેના જોડાણની પ્રક્રિયા પર પણ સવાલ ઊભો કરી શકે છે.
સેલ્ફ-ફાઇનાન્સ્ડ બી.એડ., એમ.એડ. કોલેજ મેનેજમેન્ટ એસોસિયેશનના સચિવ દિલીપ ચૌધરીએ જણાવ્યું કે માત્ર ફરજિયાત એનસીટીઈ મંજૂરી ધરાવતી કોલેજોને જ યુનિવર્સિટી સાથે જોડાણ આપી શકાય. યુનિવર્સિટીઓ પાસે પણ સ્થાનિક તપાસ સમિતિ હોય છે, જે કોલેજોની મુલાકાત લઈને સંસ્થાઓ તમામ નિયમનકારી માપદંડનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરે છે. જો કોઈ યુનિવર્સિટીએ માન્ય એનસીટીઈ મંજૂરી છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના બી.એડ. કોલેજને જોડાણ આપ્યું હોય તો યુનિવર્સિટી પણ એટલી જ જવાબદાર ગણાઈ શકે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લૂના કેસમાં ઉછાળો થતા જ હોસ્પિટલોમાં વધી દર્દીઓની દોડધામ
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રવેશ બાદ સરકારની પ્રાથમિકતા હવે કોલેજો બાકી રહેલી તમામ ઔપચારિકતાઓ વિલંબ વિના પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાની છે. આ મામલે સરકાર કડક વલણ અપનાવી રહી છે, કારણ કે આશરે ૮,૦૦૦ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT