ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ₹ 43,00,000 નહીં ભરનાર 81 ગ્રાહકોના કનેક્શન કટ, પોલીસને સાથે રાખી VGL ટીમ એક્શનમાં
Last Updated: 12:01 PM, 12 September 2026
ADVERTISEMENT
વડોદરા: ગેસ બિલની લાંબા સમયથી બાકી રકમ નહીં ભરનારા ગ્રાહકો સામે વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં VGLની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બાકીદારો સામે કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
81 ગ્રાહકોના ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા
મચ્છીપીઠ, સલાટવાડા, કોઠી, નાગરવાડા સહિતના વિસ્તારોમાં VGLની ટીમે સપાટો બોલાવી ગેસ બિલની બાકી રકમ વસૂલવા માટે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન બિલ નહીં ભરનારા 81 ગ્રાહકોના ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
43 લાખ રૂપિયાની ગેસ બિલની બાકી રકમ વસૂલવાની હતી
VGLના જણાવ્યા અનુસાર, આ ગ્રાહકો પાસેથી કુલ આશરે 43 લાખ રૂપિયાની ગેસ બિલની બાકી રકમ વસૂલવાની હતી. બાકી બિલની વસૂલાત માટે ટીમ દ્વારા સ્થળ પર જ ગ્રાહકોને બિલ ભરવા માટે સમજાવવામાં આવ્યા હતા અને ચુકવણી નહીં કરનારાઓ સામે કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
56 ગ્રાહકોએ બાકી બિલની રકમ ભરપાઈ કરી
બીજી તરફ, કાર્યવાહી દરમિયાન 56 ગ્રાહકોએ બાકી બિલની કુલ રૂ. 6.34 લાખની રકમ ભરપાઈ કરી હતી. જેના પગલે તેમના બાકી બિલની વસૂલાત થઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આખરે MSUમાં અશ્લીલ હરકત કરનાર સ્ટુડન્ટ્સે માંગી માફી, કહ્યું “I am sorry...”
VGLની ટીમે પોલીસને સાથે રાખીને હાથ ધરેલી આ કાર્યવાહીના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાકી ગેસ બિલની સમયસર ચુકવણી નહીં કરનાર ગ્રાહકો સામે આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી શકે છે. VGLની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બાકી બિલની વસૂલાત સાથે ગ્રાહકોને સમયસર ગેસ બિલ ભરવા માટે જાગૃત કરવાનો હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT