ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના દંપતીને 5 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹13 લાખ પડાવનાર મુખ્ય ઓપરેટર દિલ્હીથી ઝડપાયો, ખાતામાંથી ₹1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા!

ગુજરાત / સુરતના દંપતીને 5 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹13 લાખ પડાવનાર મુખ્ય ઓપરેટર દિલ્હીથી ઝડપાયો, ખાતામાંથી ₹1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા!

Published By: Nidhi Panchal

Last Updated: 11:54 AM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ડિજિટલ એરેસ્ટના કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. દંપતીને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ.13 લાખ પડાવનાર ગેંગના એક મુખ્ય આરોપીને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

છેલ્લા ઘણા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ એક ગંભીર કેસમાં સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઈના ઇક્વિપમેન્ટ સપ્લાયર અફાક આલમ અંસારીને દિલ્હથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગઠિયાઓએ એક દંપતીને CBI અને મુંબઈ પોલીસના નકલી લેટરો બતાવીને ડરાવ્યું હતું અને તેમને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ દંપતી પાસેથી કુલ રૂ.13 લાખ પડાવી લીધા હતા.

digital

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતી પાસેથી પડાવવામાં આવેલા રૂપિયા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા, તે બેંક ખાતાનો મુખ્ય ઓપરેટર અફાક આલમ અંસારી હતો. આરોપીએ માત્ર રૂ.3 લાખના કમિશનની લાલચમાં પોતાની કંપનીનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલે કે, આરોપીએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ ગઠિયાઓને છેતરપિંડીથી મેળવેલા રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરવા દીધો હતો.

બેંક ખાતામાંથી રૂ.1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન

સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન આરોપીના બેંક ખાતામાંથી રૂ.1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જેના કારણે પોલીસને શંકા છે કે આ ખાતાનો ઉપયોગ માત્ર સુરતના આ એક કેસ પૂરતો જ થયો ન હતો. તપાસમાં આરોપીનું કનેક્શન હૈદરાબાદમાં થયેલા રૂ.2.13 કરોડના ફ્રોડ સાથે પણ હોવાનું સામે આવ્યું છે. આ કારણે પોલીસ હવે આરોપીના અન્ય બેંક ટ્રાન્ઝેક્શન અને તેની સાથે જોડાયેલા લોકો અંગે પણ તપાસ કરી રહી છે.

અધિકારી હોવાનો ડર બતાવીને લોકોને વીડિયો કોલ પર રાખે

ડિજિટલ એરેસ્ટના કેસમાં ગઠિયાઓ સામાન્ય રીતે પોલીસ, CBI, ED અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી હોવાનો ડર બતાવીને લોકોને વીડિયો કોલ પર રાખે છે. આ કેસમાં પણ CBI અને મુંબઈ પોલીસના નકલી લેટરો બતાવીને દંપતીને વિશ્વાસમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની સામે કોઈ ગંભીર ગુનો નોંધાયો હોવાનું કહીને ડરાવવામાં આવ્યા અને રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પાંચ દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટમાં રાખીને રૂ.13 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

અન્ય રાજ્યમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું

પોલીસની તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે અફાક આલમ અંસારી સામે અન્ય રાજ્યમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હવે સુરત સાયબર ક્રાઈમ આરોપીના અગાઉના ગુનાઓ, બેંક ખાતાઓ અને અન્ય રાજ્યોમાં થયેલી છેતરપિંડી સાથેના કનેક્શનની તપાસ કરી રહી છે. આ કેસમાં આરોપીની પૂછપરછ દરમિયાન ડિજિટલ એરેસ્ટના મોટા નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : સુરત ટેક્સટાઇલ માર્કેટ આગ દુર્ઘટના અંગે મોટા સમાચાર, જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવતો શખ્સ કેમેરામાં કેદ

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે સાયબર ગઠિયાઓ લોકોમાં પોલીસ અને તપાસ એજન્સીઓનો ડર ઉભો કરીને લાખો રૂપિયા પડાવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને વીડિયો કોલ પર રાખીને પોલીસ કે CBIના નામે પૈસા માંગવામાં આવે તો તરત જ સાવચેત થવું જરૂરી છે. સરકારી તપાસ એજન્સીઓના નામે ડરાવીને કરવામાં આવતી આવી માંગણી સામે લોકો સાયબર ક્રાઈમની મદદ લે તે ખૂબ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital Arrest Cyber Crime Online Fraud

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ