ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશ ચતુર્થી 2026: 14 કે 15 સપ્ટેમ્બર, ક્યારે બિરાજશે ગણપતિ બાપ્પા? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ગણેશ ચતુર્થી 2026: 14 કે 15 સપ્ટેમ્બર, ક્યારે બિરાજશે ગણપતિ બાપ્પા? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Last Updated: 07:36 AM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ભગવાન શ્રી ગણેશની ભક્તિ અને શ્રદ્ધા સાથે દેશભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીની તારીખને લઈને મૂંઝવણ છે, ત્યારે જાણો બાપ્પાની સ્થાપનાનો શુભ સમય અને પૂજા વિધિ.

1/7

photoStories-logo

1. ગણેશ ચતુર્થી 2026ની તારીખને લઈને મૂંઝવણ દૂર

ગણેશોત્સવના દિવસે ભક્તો પોતાના ઘરે અને પૂજા સ્થળે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે છે કે 15 સપ્ટેમ્બરે તેને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 14 કે 15 સપ્ટેમ્બર, ક્યારે છે ગણેશ ચતુર્થી?

હિંદુ પંચાંગ પ્રમાણે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે શરૂ થશે અને 15 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:44 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિના નિયમ પ્રમાણે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના માટે મધ્યાહ્નનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ પણ મધ્યાહ્ન સમયે થયો હતો. 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ પૂજા અને મૂર્તિ સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:02 વાગ્યાથી બપોરે 1:31 વાગ્યા સુધી રહેશે. ભક્તો આ સમય દરમિયાન વિધિપૂર્વક બાપ્પાની સ્થાપના કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બાપ્પાની સરળ પૂજા વિધિ

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ઘરના ઈશાન ખૂણા અથવા પૂર્વ દિશામાં લાકડાની ચોકી રાખીને તેના પર લાલ કે પીળું કપડું પાથરો. ચોખાથી અષ્ટદલ કમળ બનાવી તેના પર ગણપતિ બાપ્પાની નવી મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિ સ્થાપના કરતી વખતે ભક્તનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું શુભ માનવામાં આવે છે.આ પછી હાથમાં પાણી, અક્ષત અને ફૂલ લઈને વ્રત તથા પૂજાનો સંકલ્પ લો. 'ૐ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરીને બાપ્પાનું આહ્વાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ફુલ અર્પણ કરી આરતી કરો

ત્યારબાદ મૂર્તિ પર પાણી અને પંચામૃતના પ્રતીકાત્મક છાંટા કરો. ભગવાન ગણેશને રોળી, ચંદન, અક્ષત, જનોઈ, લાલ વસ્ત્ર અને તાજા ફૂલ અર્પણ કરો.ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તેથી બાપ્પાને 21 જોડ દુર્વા અર્પણ કરો. દુર્વા તેમના મસ્તક પર ચઢાવવી જોઈએ અને પગ પાસે ન ચઢાવવી જોઈએ. ત્યારબાદ ગણપતિ બાપ્પાને 21 મોદક અથવા લાડુનો ભોગ ધરાવો અને સાથે ફળ પણ અર્પણ કરો.છેલ્લે ધૂપ અને દીવો પ્રગટાવી ગણપતિ બાપ્પાની આરતી કરો. પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન ગણેશને પ્રાર્થના કરી જાણતાં-અજાણતાં થયેલી ભૂલ માટે ક્ષમા માગો. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવેલી પૂજાને વિશેષ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ક્યારે થશે ગણપતિ બાપ્પાનું વિસર્જન?

14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણપતિ બાપ્પાની સ્થાપના બાદ દસ દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી થશે. આ મહાપર્વનો અંત અનંત ચતુર્દશીના દિવસે થશે. પંચાંગ પ્રમાણે 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ભક્તો પોતાની પરંપરા અને માન્યતા પ્રમાણે બાપ્પાનું વિસર્જન કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2026 Ganesh Chaturthi Date Ganpati Bappa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ