ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ભટારમાં માસૂમ સાથે હેવાનિયત, 9 વર્ષની બાળકીની આપવીતીથી ખુલ્યું 45 વર્ષીય ઢગાનું કાળું કૃત્ય
Last Updated: 09:33 PM, 11 September 2026
ADVERTISEMENT
Surat Crime News: સુરતના ભટાર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં 9 વર્ષની માસૂમ બાળકી સાથે 45 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
સુરતના ભટાર વિસ્તારમાં નવ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકીના માતા-પિતા મજૂરીકામ અર્થે ગયા હતા. ઘરે 11 વર્ષનો બીમાર પુત્ર અને અન્ય નાના બાળકો હાજર હતા. સાંજના સમયે વિસ્તારમાં રહેતો નંદલાલ મુખિયા 9 વર્ષની બાળકીને લલચાવી-ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું
બાળકી લાંબો સમય સુધી ઘરે પરત ન આવતા તેના ભાઈઓએ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન પાડોશમાં જ રહેતા યુવકે દરવાજો ખોલતા બાળકી ત્યાં હતી. જેથી ભાઈ બાળકીને ઘરે લઈ આવ્યો હતા. બાળકી ખૂબ જ ડરેલી અને ગુમસુમ હોવાથી તેણે શરૂઆતમાં પરિવારને કશું જણાવ્યું નહોતું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગાંધીનગર / ગુજરાત પર દેવાનો ડુંગર, પાણીથી લઈ સિંહના મોત સુધી CAGએ ખોલી પોલ
ADVERTISEMENT
9 સપ્ટેમ્બરે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં માતા તેને સારવાર અર્થે નજીકના હેલ્થ સેન્ટર લઈ ગઈ હતી. ત્યાં પૂછપરછ દરમિયાન માસૂમ બાળકીએ રડતાં રડતાં પોતાની સાથે થયેલી આપવીતી અને નરાધમ નંદલાલની હેવાનીયતની વાત જણાવી હતી. જેથી માતાએ પોલીસને સમગ્ર વિગતની જાણ કરતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી.
બનાવ અંગે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી નંદલાલ રામબહાદુર મુખિયા(ઉ.વ.45) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT