ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શિક્ષકે કર્યો વિદ્યાર્થીનીની કમરનો સ્પર્શ, તો સુપ્રીમ કોર્ટે કહ્યું ''એવું કહી ના શકાય કે...''

નેશનલ / શિક્ષકે કર્યો વિદ્યાર્થીનીની કમરનો સ્પર્શ, તો સુપ્રીમ કોર્ટે કહ્યું ''એવું કહી ના શકાય કે...''

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:28 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ ઉજ્જવલ ભુઇયાં અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. પોક્સો કાયદાની કલમ 10 હેઠળ શિક્ષક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલા કેસની સુનાવણી કરી. આ સુનાવણી એક શિક્ષક સામે દાખલ કરાયેલ એફઆઇઆરને લઇ થઇ હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે પોતાના વર્ગમાં ઘણી વિદ્યાર્થીનીઓને સજા કરવાના બહાને સ્પર્શ કર્યો હતો, જેમ કે તેમની પીઠ પર હાથ મૂકવો અથવા તેમની કમરને સ્પર્શ કરવો. આરોપો બાદ પોલીસે પોક્સો એક્ટ 2012 ની કલમ 10 હેઠળ શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શિક્ષકે પહેલા કેસ રદ કરવા માટે હાઇકોર્ટ પહોચ્યા હતા, પરંતુ નિરાશ થયા હતા. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા.

દેશની સર્વોચ્ચ અદાલતે તેમને રાહત આપતા કહ્યું હતું કે શારીરિક સજા આપવાની તેમની પદ્ધતિ ખોટી અને અસંવેદનશીલ હતી, પરંતુ તે જાતીય હેતુ દર્શાવતી નહોતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો તેમને પાછળથી નિર્દોષ જાહેર કરવામાં આવે તો પણ કેસથી થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી. શિક્ષક પર હંમેશા માટે કલંક લાગી જશે. કોલકાતા હાઇકોર્ટે અગાઉ તેમને દોષિત ઠેરવ્યા હતા.

વિદ્યાર્થિનીઓના શરીરને સ્પર્શ કરવો

જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાં અને અતુલ એસ. ચાંદુરકરની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. પોક્સો એક્ટની કલમ 10 હેઠળ શિક્ષક સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. મહિલા શિક્ષકોએ હેડ માસ્ટરને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 10મા ધોરણની કેટલીક વિદ્યાર્થીનીઓને સ્પર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમે શાળાની મુલાકાત લીધી હતી અને તપાસ અહેવાલ તૈયાર કર્યો હતો. તેના આધારે પોલીસે સ્વતઃ નોંધ લઈને એફઆઈઆર નોંધી હતી.

શિક્ષકે હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જોકે તેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં દેશની સર્વોચ્ચ અદાલતે કાર્યવાહી પર રોક લગાવી હતી.

શિક્ષક પીઠના ઉપરના ભાગે મારતા હતા

બાળ સુરક્ષા એકમના તપાસ અહેવાલ મુજબ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ક્લાસમાં ધ્યાન ન આપે ત્યારે શિક્ષક તેમની ઉપરની પીઠ પર માર મારતા હતા. તે જે રીતે તેમને સ્પર્શ કરતો હતો તે તેમના માટે અસ્વસ્થતાભર્યું હતું. તે છોકરીઓની પીઠ ઘસતો અને તેમની કમર પર ચુટલી ભરતો હતો. એક દિવસ શિક્ષકે એક છોકરીને નકશો ન લાવવા બદલ થપ્પડ મારી અને તેના ગળાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. અન્ય વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી હતી કે શિક્ષકે તેમને સ્પર્શ ન કર્યો હોવા છતાં તે તેમને એવી રીતે જોતો હતો કે તેમને અસ્વસ્થતા અનુભવાય.

શિક્ષકની અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે POCSO કાયદાની સંબંધિત જોગવાઈઓ સમજાવી. કલમ 10 માં પાંચથી સાત વર્ષની સખત કેદ અને દંડની સજા સાથે ગંભીર જાતીય હુમલો કરવાની જોગવાઈ છે. આ કેસમાં લાગુ પડતી કલમ 9(f), શૈક્ષણિક સંસ્થાના મેનેજમેન્ટ અથવા સ્ટાફમાં રહેલા અને તે સંસ્થામાં બાળક પર જાતીય હુમલો કરનારાઓને આવરી લે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ BRICS Summit 2026 / ગળે ભેટ્યાં, પુસ્તક ભેટ કરી, ભારત મંડપમમાં PM મોદી-પુતિનની બેઠક શરૂ

કોર્ટે ઠરાવ્યું કે શિક્ષક તરીકે આ વર્તન અયોગ્ય હોવા છતાં તે કલમ 10 ના દાયરામાં આવતું નથી. કોર્ટે કહ્યું, "શિક્ષક તરીકે તેમનું વર્તન યોગ્ય નહોતું, ખાસ કરીને શારીરિક સજા અને વિદ્યાર્થીનીઓ સાથે વ્યવહાર કરતી વખતે સંવેદનશીલતાનો અભાવ. જો કે બંને વિદ્યાર્થીનીઓના નિવેદનોને કાળજીપૂર્વક વાંચવાથી એવું સ્પષ્ટ થતું નથી કે તેણે પોક્સો કાયદાની કલમ 10 હેઠળ કોઈ જાતીય ગુનો કર્યો છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Teacher POCSO Act

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ