ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત પર દેવાનો ડુંગર, પાણીથી લઈ સિંહના મોત સુધી CAGએ ખોલી પોલ
Last Updated: 07:15 PM, 11 September 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 9 સપ્ટેમ્બર 2026થી પ્રારંભ થઈ 11 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલ્યુ છે. વિધાનસભામાં રજૂ થયેલી સત્તાવાર માહિતી અનુસાર ગુજરાત સરકારનું જાહેર દેવું વર્ષ 2024-25માં ₹3,74,845 કરોડ જેટલું હતું, જે 2025-26ના સુધારેલા અંદાજ મુજબ વધીને ₹4,30,320 કરોડ થઇ ગયું છે. સત્રમાં વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નોત્તરી કાળમાં અનેક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
ADVERTISEMENT
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ઓડિટ રિપોર્ટમાં જળ મિશનમાં ગેરરીતિઓ, ખામીઓ, રાજ્યનું દેવું, ગીરના સિંહોના મોત, શિક્ષણ સહાય યોજનાઓ, બંધ પડેલી સહકારી મંડળીઓ સંબંધિત વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ચોમાસા પૂર્વે લેવાયેલા 26 ટકા અને ચોમાસા બાદના 24 ટકા પાણીના નમૂના પરીક્ષણમાં અયોગ્ય સાબિત થયા હતા. કેમ રીપોર્ટમાં વધુમાં સામે આવ્યુ કે, 249 તાલુકાઓ સામે માત્ર 46 તાલુકાઓમાં જ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
રાજ્યમાં જળ જીવન મિશનની કામગીરીમાં CAG એ ગંભીર નાણાકીય અનિયમિતતાઓ પકડી છે. આ ઉપરાંત 11 મુખ્ય જૂથ પાઇપલાઇન યોજનાઓમાંથી 5 મહત્વની યોજનાઓ પૂર્ણ કરવામાં 8 થી 25 મહિના જેટલો અક્ષમ્ય વિલંબ નોંધાયો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ / 'બે મહિનાનો પગાર આપી જાઓ અને નોકરી લઈ જાઓ', અમદાવાદમાં નોકરી વાંચ્છુકોને લૂંટવાનો ધંધો ચાલતો, ACBએ રંગેહાથે પકડ્યા
એક જ વર્ષમાં 62 સિંહોના મોત
ADVERTISEMENT
વિધાનસભામાં વન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં વિવિધ ગંભીર બીમારીઓના કારણે 17 નર, 17 માદા અને 28 સિંહબાળ મળી કુલ 62 સિંહોના મોત થયા છે.
નમો લક્ષ્મી હેઠળ ચૂકવાયા
ADVERTISEMENT
સરકારે શિક્ષણ ક્ષેત્રના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે નમો લક્ષ્મી યોજના હેઠળ 10.49 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹572.93 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT