ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોન્ટ્રાક્ટર શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે AMCની એક્શન, બે-બે નોટિસ પછી પણ મૌન રહેતાં કંપનીને બ્લેકલિસ્ટ કરી
Last Updated: 10:05 PM, 10 September 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કડિયાનાકા રોડનું કામ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ફરી શરૂ કરવામાં આવી નથી. આ મામલે પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, નોટિસ બાદ પણ કામ શરૂ ન થતાં હવે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા દરમિયાન સંબંધિત કોન્ટ્રાક્ટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસ પ્રાઈવેટ લિમિટેડને નોટિસ આપવા તેમજ જરૂર પડે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. લાંબા સમયથી રોડનું કામ અધૂરું રહેતાં સ્થાનિક નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT
ઓગણજમાં આર્ટ વર્ક પાર્કની દરખાસ્ત પરત
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં PPP ધોરણે ગાર્ડન અને અન્ય ડેવલપમેન્ટની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ઓગણજમાં કોપરણ તળાવના ડેવલપમેન્ટ સાથે આર્ટ વર્ક પાર્ક બનાવવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પાર્કના વિકાસ માટે બે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હાલ બંનેમાંથી માત્ર 17 ટકા જેટલું જ પજેશન ઉપલબ્ધ થયું છે. 100 ટકા જમીન ઉપલબ્ધ હોવાના આધારે ડિઝાઈન અને પ્લાન તૈયાર કરીને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, માત્ર 17 ટકા પજેશન હોવાથી હાલ આ દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
ગાર્ડનના કામમાં ઓછા ભાવ માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક
શહેરના વિવિધ વિસ્તારોમાં ગાર્ડન બનાવવાની દરખાસ્ત અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. આ કામ માટે નક્કી કરવામાં આવેલા ભાવ અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજવાની સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એસોસિએશન સાથે બેઠક કરીને હાલ નક્કી થયેલા ભાવ કરતાં ઓછા ભાવે કામ થઈ શકે તે અંગે ચર્ચા કર્યા બાદ સુધારેલી દરખાસ્ત ફરીથી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
વેજીટેબલ માર્કેટ ખાલી, બહાર બેસતા શાકભાજીવાળાઓ સામે ડ્રાઈવ
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે. જોકે, 25થી વધુ માર્કેટ હજુ પણ સંપૂર્ણ રીતે ભરાયા નથી. બીજી તરફ, જે લાભાર્થીઓને નિયમિત ધોરણે માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવી છે, તેમાંથી કેટલાક લાભાર્થીઓ માર્કેટમાં બેસતા ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.
એસ્ટેટ વિભાગને સઘન ડ્રાઈવ હાથ ધરવા સૂચના
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીએ એસ્ટેટ વિભાગને સઘન ડ્રાઈવ હાથ ધરવા સૂચના આપી છે. માર્કેટમાં જગ્યા ફાળવાયેલા લાભાર્થીઓએ ફરજિયાતપણે વેજીટેબલ માર્કેટમાં જ બેસીને વેપાર કરવો પડે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
આ પણ વાંચોઃ વિસાવદરને CM ભૂપેન્દ્ર પટેલની ભેટ, બાયપાસ રોડના પ્રથમ તબક્કા માટે 20 કરોડ મંજૂર કર્યા
સાથે જ, વેજીટેબલ માર્કેટની બહાર રસ્તા પર કે અન્ય જાહેર સ્થળોએ ઊભા રહીને શાકભાજી વેચતા ફેરિયાઓને દૂર કરવા પણ સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં એસ્ટેટ વિભાગ દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.