ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું ટ્રેલર રિલીઝ, અજય દેવગન અને જયદીપ અહલાવત વચ્ચે જોરદાર ટક્કરથી વધ્યું દર્શકોનું એક્સાઇટમેન્ટ!

મનોરંજન / ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’નું ટ્રેલર રિલીઝ, અજય દેવગન અને જયદીપ અહલાવત વચ્ચે જોરદાર ટક્કરથી વધ્યું દર્શકોનું એક્સાઇટમેન્ટ!

Published By: Bijal Vyas

Last Updated: 05:31 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગનની થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તેમાં સાલગાંવકર પરિવાર સામે આવતા નવા પડકારો દર્શાવવામાં આવ્યા છે. આવો જોઈએ કે ટ્રેલરમાં શું ખુલાસો થાય છે.

ADVERTISEMENT

અજય દેવગનની અત્યંત પ્રતિક્ષિત થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન'નું ટ્રેલર 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યું, જેનાથી દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તે આ ફ્રેન્ચાઇઝીનો અંતિમ ભાગ છે. આ અંતિમ પ્રકરણમાં સાલગાંવકર પરિવાર ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલો જોવા મળે છે.

શું કહે છે ટ્રેલર

ટ્રેલરમાં વિજય સાલગાંવકર (અજય દેવગન) ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે દિમાગની રમત રમતા જોવા મળે છે. અગાઉના બે ભાગની જેમ જ, વાર્તામાં પ્રશ્નો તો એ જ છે, પરંતુ તેના જવાબો હવે વધુ નજીક છે એવો સંકેત નિર્માતાઓએ પોસ્ટર અને ટ્રેલર લોન્ચ દ્વારા આપ્યો છે.

ટ્રેલરની શરૂઆત પરિવારના સામાન્ય જીવનની ઝલક સાથે થાય છે, પરંતુ ટૂંક સમયમાં જ વિજય સામે પડકાર ઊભો કરતો એક નવો ખતરો સામે આવે છે. પોલીસ અને તંત્ર ફરી એકવાર સાલગાંવકર પરિવારની પાછળ પડ્યા છે, અને વિજય હંમેશની જેમ પોતાની તેજ બુદ્ધિથી નવી યોજનાઓ ઘડતો જોવા મળે છે.

ફિલ્મના ટ્રેલરમાં તણાવ, રહસ્ય અને ઇમોશનલ એંગલ જોવા મળે છે, જે ચાહકોને ચોક્કસપણે પસંદ આવશે. તેમાં કેટલાક અસરકારક ડાયલોગ પણ છે જે ફેન્સનું દિલ જીતી રહ્યા છે. કુલ મળીને આ ટ્રેલર રોમાંચક અને રૂંવાડાં ઊભા કરી દે તેવું છે.

ટ્રેલર જોયા બાદ ચાહકો આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ લખ્યું, "બીજે ક્યાંય જોવાની શું જરૂર છે? આ ફિલ્મની કોઈ સ્પર્ધા જ નથી." આ દરમિયાન, ઘણા લોકોએ દાવો કર્યો હતો કે, આ ફિલ્મ 400 કરોડનો આંકડો પાર કરી દેશે.

આ પણ વાંચોઃ લંડનની સડકો પર વિરાટ કોહલીનો ક્યૂટ અંદાજ, દીકરા અકાયનું સ્ટ્રોલર સંભાળતા જોવા મળ્યા; અનુષ્કાના લુકે પણ ખેંચ્યું ધ્યાન!

આ ફિલ્મમાં અજય દેવગન સાથે શ્રેયા સરન, તબ્બુ અને અન્ય મુખ્ય કલાકારો પણ પરત ફરી રહ્યા છે, જે વાર્તામાં વધુ ઊંડાણ ઉમેરશે. 'દ્રશ્યમ: ધ કન્ક્લુઝન' 2 ઓક્ટોબર, 2026ના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે. ચાહકો એ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું વિજય સાલગાંવકર ફરી એકવાર સિસ્ટમને માત આપવામાં સફળ થશે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ajay devgn drishyam the conclusion trailer release fans reacted 400 cr

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ