ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવસે નોકરી કરતો રાતે ચોરી કરીને પત્નીના મોજ-શૌખ પૂરા કરતો, માઉન્ટ આબુ પણ ફરવા લઈ ગયો

ક્રાઈમ / દિવસે નોકરી કરતો રાતે ચોરી કરીને પત્નીના મોજ-શૌખ પૂરા કરતો, માઉન્ટ આબુ પણ ફરવા લઈ ગયો

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 06:29 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવક દિવસ નોકરી કરતો અને રાતે ચોરી કરતો હતો.

ADVERTISEMENT

અમદાવાદમાં ઘરખર્ચ અને મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચઢેલા રીઢા ઘરફોડ ચોરની LCB ઝોન-7ની ટીમે ધરપકડ કરી છે. મકરબાથી ઝડપાયેલો આરોપી દિવસે ખાનગી કંપનીમાં નોકરી કરતો અને રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો અને ચોરીના પૈસાથી પત્નીને ઘરખર્ચ આપવાની સાથે માઉન્ટ આબુ સહિતના સ્થળોએ મોજશોખ કરતો હોવાનો ખુલાસો થયો છે.

LCB ઝોન-7ની ટીમે મકરબાથી ધરપકડ કરી

દિવ્યાંગ ઉર્ફે દેવેશ રાઠોડની ઘરફોડ ચોરી કેસમાં LCB ઝોન-7ની ટીમે મકરબાથી ધરપકડ કરી છે . પકડાયેલા આરોપી દિવ્યાંગ રાઠોડ અને તેનો મિત્ર હિતેન્દ્ર ઉર્ફે ટશન સિંધોલિયાએ ઘરફોડ ચોરી કરી હતી.. આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા હતા.. ઝોન 7 LCB ની ટીમ તપાસ કરી રહી હતી ત્યારે આરોપી મકરબા હોવાની બાતમી મળતા પોલીસની ટીમે દિવ્યાંગને ઝડપી લીધો હતો..અને તેની પાસેથી 9 હજારની રોકડ , મોબાઈલ કબ્જે કરીને સરખેજમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.. આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 23 ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે અને 5 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દિવસે નોકરી કરતો રાતે ચોરી કરીને પત્નીના મોજ-શૌખ પૂરા કરતો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દિવ્યાંગ નિકોલનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે... તેના માતા પિતાનું અવસાન થયું છે.પત્ની અને દીકરા સાથે રહે છે.. આરોપી દિવ્યાંગ દિવસ દરમિયાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતો હતો.

વધુ વાંચો : જાહેરમા પેશાબ કરતાં રોક્યાં તો ઢોર માર મારીને વેપારીની કરી નાખી હત્યા, ખૌફનાક ઘટનાથી હડકંપ

આરોપી વર્ષ 2016થી ગુનાખોરીમાં પ્રવેશ્યો

પગારથી ઘરખર્ચ અને પોતાના મોજશોખ પૂરા ન થતા આરોપીએ ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે ઘરફોડ ચોરીને જ જાણે પોતાનો ધંધો બનાવી લીધો હતો. તે જુદા જુદા વિસ્તારમાં રેકી કરીને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો.. આરોપી ચોરી કર્યા બાદ મળેલા પૈસાનો ઉપયોગ ઘરખર્ચ માટે કરતો હતો. આ ચોરીના પૈસામાંથ પોતાની પત્નીને ઘરખર્ચ માટે રૂપિયા આપતો હતો.આ ઉપરાંત ચોરીના પૈસાથી માઉન્ટ આબુ સહિતના સ્થળોએ ફરવા જઈ મોજશોખ પણ કરતો હતો. આ રીઢા ઘરફોડ ચોરની ધરપકડ બાદ ઝોન 7 LCB ની ટીમે આરોપીને સરખેજ પોલીસને સોંપ્યો છે..પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તેની સાથે સંકળાયેલ અન્ય એક વોન્ટેડ આરોપી હિતેન્દ્ર ઉર્ફે ટશન સિંધોલિયાની શોધખોળ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ