ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / પેકેજ્ડ ફૂડ પર હેલ્થ વોર્નિંગમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ, FSSAIને ફટકાર, મીઠું-સોડિયમની ચેતવણી પર માંગ્યો જવાબ!
Last Updated: 12:50 PM, 10 September 2026
ADVERTISEMENT
Supreme Court News: સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ પર હેલ્થ વોર્નિંગ લેબલમાં વિલંબ અંગે FSSAI ને પ્રશ્ન કર્યો છે અને આ બાબતે વધુ માહિતી માંગી છે. કોર્ટે મીઠું અને સોડિયમની ચેતવણી પર સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે FSSAI એ અગાઉ થયેલી સહમતિનો ભંગ કર્યો છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ અંગે એફએસએસએઆઇ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે પેકેજિંગ પર ચેતવણીઓ શા માટે વિલંબિત થઈ હતી. કોર્ટે આ બાબતે વધુ માહિતી માંગી હતી, જેમાં મીઠું અને સોડિયમ ચેતવણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવ્યો હતો તે પણ શામેલ છે.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે એફએસએસએઆઇએ સ્ટેકહોલ્ડર્સ સાથેની અગાઉની બેઠકમાં ચોક્કસ મુદ્દાઓ પર સંમતિ દર્શાવી હતી, પરંતુ હવે તે તેની વાતથી ફરી ગયા છે. વકીલે જણાવ્યું હતું કે આજે FSSAI એ સંપૂર્ણ યુ-ટર્ન લીધો છે અને અગાઉ જે સંમતિ દર્શાવવામાં આવી હતી તેનાથી અલગ વલણ અપનાવ્યું છે.
ADVERTISEMENT
આ મામલે સીનિયર એડવોકેટએ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી. તેમણે જણાવ્યું કે આઇસીએમઆરની માર્ગદર્શિકામાં બે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. તેમણે સૂચન કર્યું હતું કે ખાદ્ય ઉત્પાદનોનું ચોક્કસ માપદંડોના આધારે પરીક્ષણ કરવું જોઈએ. એટલે કે ટેસ્ટિંગ 100 ગ્રામની માત્રા પર તેમજ દરેક સર્વિસની માત્રા પર પણ થવું જોઇએ. જેથી ગ્રાહકોને સચોટ માહિતી મળે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નિવેદન / "પોસ્ટમોર્ટમ વખતે સુંદર મહિલાઓ સાથે થાય છે રેપ", ધારાસભ્યનો આઘાતજનક દાવો
ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું હતું કે કોર્ટે આ મુદ્દા પર પોતાના સ્તરે અભ્યાસ પણ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે એક આદેશ પસાર કરવામાં આવશે, જે સાંજ સુધીમાં અથવા કાલે અપલોડ કરવામાં આવશે. ન્યાયાધીશ પારડીવાલાએ વકીલોને આદેશનો અભ્યાસ કરવા અને પછી કોર્ટમાં આવવા કહ્યુ છે. તેમણે એફએસએસએઆઇ અને કેન્દ્ર સરકારને આદેશને કાળજીપૂર્વક વાંચવા પણ કહ્યુ છે. જેથી આગામી સુનાવણીમાં તેના પર યોગ્ય રીતે વાત થઇ શકે.
ADVERTISEMENT
આ કેસ પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનો પર આરોગ્ય ચેતવણી લેબલ સાથે જોડાયેલો છે, જેમા ગ્રાહકો સુધી વધુ ખાંડ, મીઠું અને ચરબીની સામગ્રી વિશે સ્પષ્ટપણે માહિતી પહોચાડવાની માંગ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો