ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ગણેશ ચતુર્થીએ ગણેશજીની મૂર્તિ ખરીદતા પહેલાં સૂંઢની દિશા અને આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, જાણો જરૂરી નિયમો!
5 ફોટો ગેલેરી
Last Updated: 08:55 AM, 10 September 2026
1/5
2/5
ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે સુંઢ ડાબી બાજુ (વામામુખી) હોવી જોઈએ. આ સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. જમણી બાજુ સુંઢ ધરાવતી મૂર્તિઓ માટે કડક નિયમો છે. વધુમાં ભગવાન ગણેશજીની બેઠેલી મૂર્તિ ઘરમાં સ્થિરતા લાવે છે અને હંમેશા શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/5
4/5
તમે ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરવા જઈ રહ્યા છો તો તમારે શુદ્ધ માટી, પિત્તળ, તાંબા, ચાંદી અથવા સફેદ આરસપહાણની મૂર્તિઓ ખરીદવી જોઈએ. મૂર્તિ તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ન હોય તેની ખાતરી કરવા માટે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરો. તમારા ઘરમાં મંદિર અથવા પૂજા સ્થળના કદના આધારે નાની મૂર્તિ પસંદ કરો. વધુ પડતી મોટી મૂર્તિ અશુભ માનવામાં આવે છે. ગણેશ મૂર્તિ હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણા) અથવા પૂર્વ દિશામાં રાખવી જોઈએ.
ADVERTISEMENT
5/5
શુભ સમયે ગણેશ મૂર્તિ સ્થાપિત કરો. તાંબાના વાસણમાં પાણી, સોપારી, સિક્કો અને આંબાના પાન મૂકો અને તેમની નજીકમાં રાખો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ