ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 30 વર્ષમાં પહેલીવાર એક જ દિવસે 6 મેઈનબોર્ડ IPO ખુલશે, આજે રોકાણકારોને મળશે કમાણીની 6 મોટી તક!

photo-story

7 ફોટો ગેલેરી

બિઝનેસ / 30 વર્ષમાં પહેલીવાર એક જ દિવસે 6 મેઈનબોર્ડ IPO ખુલશે, આજે રોકાણકારોને મળશે કમાણીની 6 મોટી તક!

Last Updated: 08:39 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધવાર, 9 સપ્ટેમ્બર 2026ના રોજ IPO માર્કેટમાં મોટી હલચલ જોવા મળશે. એક જ દિવસે મેઈનબોર્ડના 6 IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

1/7

photoStories-logo

1. 30 વર્ષ બાદ એકસાથે 6 IPO!

બુધવાર, 9 સપ્ટેમ્બર 2026ના રોજ IPO માર્કેટમાં મોટી હલચલ જોવા મળશે. એક જ દિવસે મેઈનબોર્ડના 6 IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.આવું છેલ્લે 14 ઓક્ટોબર 1996ના રોજ બન્યું હતું. ત્યારે પણ એક જ દિવસે 6 મેઈનબોર્ડ IPO ખુલ્યા હતા. આ વખતે આ 6 કંપનીઓ મળીને રૂ. 4,509 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં છે.IPO માર્કેટ માટે સપ્ટેમ્બરનું આ અઠવાડિયું ખૂબ જ મહત્વનું છે. 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ 12 મેઈનબોર્ડ IPO ખુલવાના છે. આ IPO દ્વારા કંપનીઓ આશરે રૂ. 7,180 કરોડ એકત્ર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 1996માં એક જ દિવસે ખુલ્યા હતા 6 IPO

એક રિપોર્ટ અનુસાર 14 ઓક્ટોબર 1996ના રોજ એક જ દિવસે 6 મેઈનબોર્ડ IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યા હતા. ત્યારબાદ હવે 30 વર્ષ પછી ફરી આવી સ્થિતિ બની રહી છે.રસપ્રદ વાત એ છે કે 28 ઓક્ટોબર 1996ના રોજ એક જ દિવસે 7 IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યા હતા. વર્ષ 1995થી 1996નો સમય IPO માર્કેટ માટે ખૂબ જ સારો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન એવા ઘણા દિવસો હતા જ્યારે 10 પબ્લિક ઓફરિંગ એકસાથે બજારમાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 6 IPOથી કંપનીઓ રૂ. 4,509 કરોડથી વધુ એકત્ર કરશે

9 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલનારા 6 મેઈનબોર્ડ IPOમાં કંપનીઓ મળીને રૂ. 4,509 કરોડ એકત્ર કરવાની છે. તેની સરખામણીમાં 30 વર્ષ પહેલાં એક જ દિવસે ખુલેલા 6 IPO દ્વારા માત્ર રૂ. 22 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર વચ્ચે કુલ 12 મેઈનબોર્ડ IPO ખુલવાના છે. આ તમામ IPO મારફતે કંપનીઓ આશરે રૂ. 7,180 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. એટલે આ અઠવાડિયું પ્રાઇમરી માર્કેટ માટે ખાસ રહેવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 9 સપ્ટેમ્બરે ખુલશે આ 6 મેઈનબોર્ડ IPO

9 સપ્ટેમ્બરે રેન્ટોમોજો લિમિટેડ (Rentomojo), એસ્ટેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા), મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ, સ્ટીમહાઉસ ઇન્ડિયા, એલસીસી પ્રોજેક્ટ્સ અને કરમતારા એન્જિનિયરિંગ (Karamtara Engineering)ના IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.મેઈનબોર્ડ ઉપરાંત SME સેગમેન્ટમાં પણ 9 સપ્ટેમ્બરે બે IPO ખુલવાના છે. BSE SME એક્સચેન્જ પર ઇન્ફ્રેક્સ રિન્યુએબલ અને NSE SME એક્સચેન્જ પર વિનોદ ટેક્સવર્લ્ડનો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ગ્રે માર્કેટમાં રેન્ટોમોજોનો શેર રૂ. 127ના પ્રીમિયમ પર

રેન્ટોમોજો લિમિટેડના IPOમાં શેરની કિંમત રૂ. 404 રાખવામાં આવી છે. ગ્રે માર્કેટમાં કંપનીનો શેર રૂ. 127ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.એસ્ટેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા)ના IPOમાં શેરની કિંમત રૂ. 139 છે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં રૂ. 27ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સના શેરનો ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલમાં રૂ. 30 છે અને IPOમાં શેરની કિંમત રૂ. 339 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સ્ટીમહાઉસથી કરમતારા સુધીના IPO પર નજર

સ્ટીમહાઉસ ઇન્ડિયાના IPOમાં શેરની કિંમત રૂ. 81 છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર હાલમાં ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે. એલસીસી પ્રોજેક્ટ્સના IPOમાં શેરની કિંમત રૂ. 146 છે અને ગ્રે માર્કેટમાં કંપનીના શેર 21 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.કરમતારા એન્જિનિયરિંગના શેર ગ્રે માર્કેટમાં રૂ. 63ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આમ 9 સપ્ટેમ્બરે ખુલનારા 6 મેઈનબોર્ડ IPOમાં ગ્રે માર્કેટનું ચિત્ર અલગ-અલગ જોવા મળી રહ્યું છે. જોકે ગ્રે માર્કેટના પ્રીમિયમને IPOના લિસ્ટિંગ ગેઇનની ખાતરી માનવી જોઈએ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mainboard IPO Stock Market IPO 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ