ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકને બચાવવા જતાં 3ના જીવ જોખમાયા, 3 સેકન્ડમાં પલટ્યું રેતી ભરેલું ડમ્પર, મોતને માત આપી પાછો ફર્યો
Last Updated: 07:03 PM, 8 September 2026
ADVERTISEMENT
જૂનાગઢ: વંથલી-જૂનાગઢ હાઈવે પર શાપુર ચોકડી નજીક બેફામ ઝડપે દોડી રહેલું રેતી ભરેલું ડમ્પર અચાનક બેકાબૂ બનતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરી રહેલા બાઈકચાલકને બચાવવા માટે ડમ્પરચાલકે અચાનક બ્રેક મારતા વાહનનું સંતુલન ખોરવાયું અને ડમ્પર પલટી ગયું. ડમ્પરમાં ભરેલી અંદાજે 15 ટન રેતી રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કાર પર ઢગલાની જેમ ખાબકી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, શાપુર ચોકડી પાસેથી અંદાજે 15 ટન રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એક બાઈકચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તેને બચાવવા માટે ડમ્પરચાલકે અચાનક બ્રેક લગાવી હતી. જોકે ડમ્પરની ઝડપ વધુ હોવાના કારણે ચાલક વાહન પર કાબૂ રાખી શક્યો નહોતો. પરિણામે ડમ્પર પલટી મારી ગયું અને તેમાં ભરેલી રેતી રસ્તા પર ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
કાર પાસે ઉભેલા બે લોકોનો માંડ-માંડ બચાવ
ADVERTISEMENT
અકસ્મત સમયે રસ્તાની સાઈડમાં એક કાર પાર્ક કરેલી હતી અને તેની નજીક બે લોકો ઉભા હતા. ડમ્પર બેકાબૂ થઈને તેમની તરફ ધસી આવતું જોઈ બંને લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ત્યાંથી દૂર દોટ મૂકી હતી.
ડમ્પર પલટી ગયા બાદ તેમાં ભરેલી રેતીનો મોટો જથ્થો કાર પર ખાબક્યો હતો. ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે જો બંને વ્યક્તિઓએ સમયસર સ્થળ પરથી હટી જવાની તકેદારી ન રાખી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. સદનસીબે બંનેનો બચાવ થયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રિક્ષા-ટેક્સીની હડતાળથી AMTSની ચાંદી જ ચાંદી, દૈનિક આવકમાં 33 ટકાનો ઉછાળો
ADVERTISEMENT
શાપુર ચોકડી પાસે બનેલી આ સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા બાદ ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે. બેફામ ઝડપે દોડતા ભારે વાહનોને કારણે હાઈવે પર અકસ્માતનું જોખમ વધી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ ભારે વાહનોની સ્પીડ પર નિયંત્રણ લાવવા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા તંત્ર સમક્ષ માગ
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો