ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 72 મોટા શહેરોના વૈશ્વિક ક્લાઈમેટ રિસ્ક રેન્કિંગમાં અમદાવાદ સૌથી વધુ જોખમી, જુઓ ચોંકાવનારો રિપોર્ટ
Last Updated: 12:34 PM, 8 September 2026
ADVERTISEMENT
અમદાવાદને લઈને એક ચિંતાજનક માહિતી સામે આવી છે. દુનિયાના 72 સૌથી મોટા શહેરી કેન્દ્રો પર કરવામાં આવેલા નવા મૂલ્યાંકનમાં અમદાવાદને સૌથી વધુ જોખમ ધરાવતા શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં શહેરોનું મૂલ્યાંકન તેમના પર રહેલા આબોહવા જોખમ અને આ જોખમ સામે લડવાની તથા પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલવાની ક્ષમતાના આધારે કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

આ રેન્કિંગ ભૂ-અવકાશી AI કંપની આલ્ફાજીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં શહેરોમાં રહેલા અલગ-અલગ આબોહવા જોખમોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તેમાં આંતરિક અને દરિયાકાંઠાના પૂર, ગરમીનો તણાવ, દુષ્કાળ, જંગલની આગ અને વાવાઝોડાના પવન જેવા જોખમો સામેલ છે. આ સાથે શહેર આ જોખમ સામે કેટલું તૈયાર છે તે પણ જોવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદની વાત કરીએ તો નદી કિનારે આવેલું આ શહેર પૂરના મોટા જોખમનો સામનો કરે છે. મૂલ્યાંકનમાં અમદાવાદને ઓળખવામાં આવેલા આબોહવા જોખમો સામે નબળી રીતે અનુકૂળ શહેર ગણવામાં આવ્યું છે. એટલે કે શહેર સામે જોખમ તો છે જ, પરંતુ આ જોખમને પહોંચી વળવા માટેની વ્યવસ્થા અને અનુકૂલન ક્ષમતા પણ ચિંતાનો વિષય બની છે.
ADVERTISEMENT
આ મૂલ્યાંકનમાં શહેરોની અનુકૂલન ક્ષમતા તપાસવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી, શાસન, નીતિ, પૂર સામેના અવરોધ અને વધારે ક્ષમતાવાળી ડ્રેનેજ સિસ્ટમ જેવી બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. એટલે કોઈ શહેરમાં આબોહવા જોખમ વધારે હોય તો પણ તેની મજબૂત વ્યવસ્થા હોય તો નુકસાનની અસર ઓછી થઈ શકે છે.
ADVERTISEMENT
આ રેન્કિંગમાં અમેરિકાનું શિકાગો પ્રથમ ક્રમે આવ્યું છે. શિકાગોને તેના સમશીતોષ્ણ અક્ષાંશ, મીઠા પાણીની ઉપલબ્ધતા અને વાવાઝોડાના ઓછા જોખમના કારણે ફાયદો મળ્યો છે. આ ઉપરાંત શહેરે આબોહવા સંબંધિત જોખમો સામે લડવા માટે માળખાગત સુવિધાઓમાં મોટું રોકાણ કર્યું છે. શિકાગોમાં લાંબા સમયથી ચાલતો ડીપ ટનલ પ્રોજેક્ટ પણ આ પ્રયાસોમાં સામેલ છે. આ પ્રોજેક્ટ પૂર અને પાણીના પ્રદૂષણને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો છે. sઆલ્ફાજીઓના સ્થાપક અને CEO પરાગ ખન્નાએ કહ્યું હતું કે તેમની કંપનીનો હેતુ માત્ર જોખમ જોવા સુધી સીમિત નથી, પરંતુ શહેરો તે જોખમ સામે કેટલા તૈયાર છે તે પણ જોવાનો છે. તેમના કહેવા પ્રમાણે, લોકો સ્થિતિસ્થાપકતા વિશે વાત કરે છે, પરંતુ તેને માપવાનું કામ ઓછું થાય છે.
ADVERTISEMENT
આ રેન્કિંગમાં અમદાવાદની સાથે દક્ષિણ એશિયાના અન્ય ઘણા શહેરો પણ સૌથી ઓછા સ્થિતિસ્થાપક શહેરોની યાદીમાં આવ્યા છે. હૈદરાબાદ, મુલતાન, ઢાકા, લાહોર, કોલકાતા, ફૈસલાબાદ, કરાચી અને ચિત્તાગોંગ જેવા શહેરો પણ નીચેના 10 શહેરોમાં સામેલ છે. દક્ષિણ એશિયાના શહેરોની આ સ્થિતિ પાછળ પૂર અને ચોમાસાના જોખમનો મોટો ભાગ હોવાનું મૂલ્યાંકનમાં જણાવાયું છે. સાથે જ આ શહેરોમાં જોખમ સામેની અનુકૂલન વ્યવસ્થા તુલનાત્મક રીતે નબળી હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ રેન્કિંગમાં અલગ-અલગ શહેરો સામે રહેલા અલગ પ્રકારના જોખમો પણ સામે આવ્યા છે. અમેરિકાના ફોનિક્સને અમેરિકાનું સૌથી વધુ જોખમી શહેર ગણવામાં આવ્યું છે અને અહીં ભારે ગરમી મુખ્ય કારણ છે. બીજી તરફ એડિસ અબાબા, મેલબોર્ન, બાર્સેલોના અને અંકારા જેવા શહેરો દુનિયાના ટોચના 10 સૌથી વધુ સ્થિતિસ્થાપક શહેરોમાં સામેલ છે. મૂલ્યાંકન મુજબ આબોહવા જોખમ દરમિયાન શહેરની માળખાગત સુવિધાઓ મોટી ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે ભારે ગરમીના કારણે વીજળીની સિસ્ટમ પર વધારે દબાણ આવી શકે છે. પરંતુ મજબૂત વીજળી ગ્રીડ અને બેકઅપ વ્યવસ્થા હોય તો વીજળી બંધ થવાની અસર ઓછી કરી શકાય છે. નેપાળ અને તિબેટમાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલનથી પણ ખીણો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સામે રહેલા જોખમો જોવા મળ્યા છે. પરાગ ખન્નાના કહેવા પ્રમાણે, આબોહવા પરિવર્તન વધશે તેમ પાણીનો પ્રવાહ પણ વધી શકે છે અને ઘણી વસાહતો એવી જગ્યાએ બની છે જ્યાંથી કુદરતી રીતે પાણી પસાર થાય છે.
આ રેન્કિંગ અમદાવાદ માટે ખાસ મહત્વનું છે, કારણ કે શહેરમાં એક તરફ ગરમી અને બફારો વધવાની સમસ્યા જોવા મળે છે તો બીજી તરફ ભારે વરસાદ વખતે પાણી ભરાવા અને પૂરના જોખમનો પણ સામનો કરવો પડે છે. રેન્કિંગ એ વાત તરફ ધ્યાન દોરે છે કે માત્ર આબોહવા જોખમ હોવું જ મહત્વનું નથી, પરંતુ શહેર પાસે આ જોખમનો સામનો કરવા માટે કેટલી મજબૂત વ્યવસ્થા છે તે પણ એટલું જ મહત્વનું છે.
સંકળાયેલા મુદ્દાઓ