ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / વડોદરાના સમાચાર / વડોદરામાં PM મોદી કરશે ધમાકેદાર એન્ટ્રી, GEN-Z સાથે Y-Ramp પર થશે સીધો સંવાદ, આ રસ્તાઓ કાલે રહેશે બંધ

ગુજરાત / વડોદરામાં PM મોદી કરશે ધમાકેદાર એન્ટ્રી, GEN-Z સાથે Y-Ramp પર થશે સીધો સંવાદ, આ રસ્તાઓ કાલે રહેશે બંધ

Published By: Nirav Kumar

Last Updated: 07:55 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરામાં GEN-Zને ધ્યાનમાં રાખીને રોકસ્ટાર સ્ટાઇલના કાર્યક્રમમાં સંવાદ કરશે. રાહુલ ગાંધી હાલમાં જે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ કરી રહ્યા છે તેમાં રોકસ્ટાર સ્ટાઇલવાળો અંદાજ ખૂબ ચર્ચામાં રહ્યો છે. હવે PM મોદી મોટા પાયે આવો કાર્યક્રમમાં કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 8 સપ્ટેમ્બરે વડોદરા પહોંચી રહ્યા છે. આ વખતે સરકારી કાર્યક્રમમાં પહેલીવાર GEN-Zને કેન્દ્રમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી છે. ‘બુક માય શો’ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ સંપૂર્ણ ભરાઈ ગયું છે. M.S. યુનિવર્સિટીના પેવિલિયન મેદાનમાં પ્રધાનમંત્રીના સ્ટેજ સાથે ખાસ 'Y' આકારનો રેમ્પ બનાવાયો છે જ્યાં આસપાસ યુવાનોને બેસાડાશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલ પેપરલીક શિક્ષણ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ કરી રહ્યા છે. કોટાથી પૂણે સુધી તેમને યુવાનો સાથે રોકસ્ટારની અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી મારી હતી જેમાં સ્ટેજ અને શર્ટ, ટી-શર્ટ પણ ચર્ચામાં રહ્યા હતા. હવે વડોદરામાં પીએમ મોદી પણ Gen-Zને આકર્ષવા રાહુલની કોન્સર્ટ સ્ટાઇલ અપનાવશે.

Rahul Gandhi

આ કાર્યક્રમને ટેકનોલોજીની દ્રષ્ટિએ એડવાન્સ બનાવવા માટે વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરાથી થશે જેથી દર્શકોને હાઈ ક્વોલીટીવાળા વિઝ્યુઅલ અનુભવ મળે. ઈતિહાસમાં પહેલીવાર કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ‘બુક માય શો’ દ્વારા 6000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે આશરે 36,000 લોકો પ્રવેશથી વંચિત રહ્યા છે.

આ કાર્યક્રમને લઇ સુરક્ષાની તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ છે. જેમાં આજે શહેરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ મેગા રિહર્સલ યોજ્યું હતું. એરપોર્ટથી સભા સ્થળ સુધી થ્રી ટાયર સિક્યુરીટી બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 2000થી વધુ જવાનો, 11 DCP અને 7 ACP તૈનાત રહેશે. મોદીના સભા સ્થળ પર ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે.

વધુ વાંચો : ''કાશ્મીર અને લદ્દાખ અમારું...'', UNમાં ભારતે દેખાડ્યું કડક વલણ

પહેલી વખત મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે બોમ્બ કે શંકાસ્પદ વસ્તુઓનું ચેકિંગ કર્યું હતું. રિહર્સલ દરમિયાન કોન્વોય રૂટ પર થોડા સમય માટે ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાથી પંડ્યા બ્રિજથી ફતેગંજ બ્રિજ નીચે થઈને જૂના વુડા સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે. જેમાં લોકોની સુવિધા માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ અપાયા છે. નાગરિકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara PM Narendra concert style program

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ