ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં માતાની સામે જ માસૂમ બાળક પર ત્રાટક્યો કાળ, હ્રદયદ્રાવક CCTV વીડિયો થયો વાયરલ

VIDEO / વડોદરામાં માતાની સામે જ માસૂમ બાળક પર ત્રાટક્યો કાળ, હ્રદયદ્રાવક CCTV વીડિયો થયો વાયરલ

Published By: Vishal Khamar
Reported By: Manu Chavda

Last Updated: 06:11 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના બાજવા ગામમાં રખડતી ગાયે નાના બાળક પર હુમલો કર્યો. માતા સાથે જતી વખતે બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બાળકને સામાન્ય ઈજાઓ થઈ.

ADVERTISEMENT

વડોદરા: શહેર નજીક આવેલા બાજવા ગામમાં રખડતાં પશુઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. બાજવા ગામમાં એક રખડતી ગાયે નાના બાળક પર અચાનક હુમલો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી

મળતી માહિતી મુજબ, એક માતા પોતાના નાના દીકરાને લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક એક ગાયે બાળક તરફ ધસી જઈ તેના પર હુમલો કર્યો હતો. ગાયના હુમલાથી બાળક નીચે પટકાયું હતું અને તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ઘટનાના CCTV ફૂટેજમાં ગાય બાળક તરફ દોડી આવતી અને હુમલો કરતી સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સદનસીબે બાળકને ગંભીર ઈજા થઈ નથી.

આ પણ વાંચોઃ બાળકોનું જ્વલંત ભવિષ્ય કંડારવા વાલી પણ બની જાય, ગુનાટા ગામના આ શિક્ષકની કહાની વાંચી તમે પણ કહેશો વાહ!

સ્થાનિકોએ રખડતા ઢોરને લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

બાજવા ગામમાં રખડતાં પશુઓના કારણે અગાઉ પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદો સામે આવી છે. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર રખડતાં પશુઓને કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. સ્થાનિકોમાં તંત્ર દ્વારા રખડતાં પશુઓને નિયંત્રિત કરવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara stray cow attack Bajwa stray cattle attack child attacked by cow

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ