ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:18 AM, 7 September 2026
ADVERTISEMENT
Mount Everest: માઉન્ટ એવરેસ્ટના ખુમ્બુ ગ્લેશિયર પર માનવીય પ્રવૃત્તિઓનો મોટો ખતરો છે. સંશોધન અનુસાર 2023 માં પર્વતારોહકોના પેશાબથી આશરે 154 ટન બરફ પીગળી ગયો હતો, જ્યારે ઇંધણનો વપરાશ 94% હિસ્સો જવાબદાર રહ્યો છે.
ADVERTISEMENT
દર વર્ષે માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારાઓની પ્રવૃત્તિઓ ખુમ્બુ ગ્લેશિયર માટે એક મોટી સમસ્યા બની રહી છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે પર્વતારોહકોના પેશાબમાંથી નીકળતી ગરમી પણ ગ્લેશિયર પીગળવામાં એક કારણ છે. જો કે માનવ પેશાબ કરતાં મોટો ખતરો બેઝ કેમ્પમાં ઇંધણના વપરાશથી ઉત્પન્ન થતી ગરમી છે.
ગ્લેશિયર પર વાર્ષિક બેઝ કેમ્પ બની જાય છે
ADVERTISEMENT
ખુમ્બુ ગ્લેશિયરની ટોચ પર એવરેસ્ટ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. દર વર્ષે અહીં આશરે 1,600 તંબુ લગાવવામાં આવે છે. આ તંબુઓ રસોડા, શાવર, જનરેટર અને વાઇ-ફાઇ જેવી મૂળભૂત સુવિધાઓથી સજ્જ હોય છે. કેટલાક સ્થળોએ ફ્લોર હીટિંગની વ્યવસ્થા પણ હોય છે. આ સુવિધાઓ દ્વારા ઉત્પન્ન થતી ગરમી જમીનનું તાપમાન વધારે છે અને ગ્લેશિયર પીગળવાની ગતિ વધારે છે.
નેપાળ અને અમેરિકાના વૈજ્ઞાનિકોના એક સમૂહએ જર્નલ "રીજનલ એનવાયરનમેંટલ ચેંજ"માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવ્યું કે ગ્લેશિયર પીગળવામાં માનવ પ્રવૃત્તિઓ ભૂમિકા ભજવી રહી છે. સંશોધકોએ આને ભવિષ્યમાં ગંભીર આપત્તિના જોખમ સાથે પણ જોડ્યું છે.
ADVERTISEMENT
2023 માં દરરોજ 6,766 લિટર પેશાબ
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઊંચાઈ પર ચઢનારા પર્વતારોહકોએ વધુ પાણી પીવું પડે છે. તેની સીધી અસર પેશાબની માત્રા પર પડે છે. સંશોધકોના મતે 2023 ના ચઢાણની મોસમ દરમિયાન બેઝ કેમ્પમાં દરરોજ આશરે 6,766 લિટર પેશાબ પેદા થયો હતો. ખીમ લાલ ગૌતમ અને તેમના સાથીઓએ જાણ્યું કે પેશાબમાં નોંધપાત્ર માત્રામાં ગરમી હોય છે, જે ગ્લેશિયર બરફ ઓગળવા માટે પૂરતી છે.
ADVERTISEMENT
સંશોધકોએ અંદાજ લગાવ્યો હતો કે તે મોસમ દરમિયાન માનવ પેશાબ દ્વારા ઉત્પન્ન થતી ગરમીથી આશરે 154 ટન બરફ પીગળ્યો હતો. જો કે સંશોધકોએ એ પણ સ્પષ્ટ કર્યું કે ગ્લેશિયર પીગળવાનું સૌથી મોટું કારણ માનવ પેશાબ નથી. લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શરીરમાંથી બહાર આવ્યા પછી પેશાબ ઠંડુ થવા લાગે છે. આ દરમિયાન તેની ગરમીનો માત્ર એક નાનો ભાગ બરફ સુધી પહોંચે છે. બાકીની ગરમી હવા અથવા ખડકોમાં ખોવાઈ જાય છે.
ગ્લેશિયરમાં ઇંધણનો વપરાશ મોટો ખતરો
ADVERTISEMENT
બેંસ કેંપ પર વાપરવામાં આવતું ઇંધણ માનવ પેશાબની તુલનામાં ગ્લેશિયર માટે મોટી સમસ્યા બની રહી છે. 2023 ના ચઢાણની મોસમ દરમિયાન રસોઈ, ગરમી અને વીજળી માટે કેમ્પમાં વપરાતું બળતણ આ પ્રમાણે હતું.
824 LPG સિલિન્ડર
ADVERTISEMENT
18,935 લિટર કેરોસીન
5,130 લિટર ગેસોલિન
સંશોધકોના મતે માનવો દ્વારા થતા ગ્લેશિયર પીગળવામાં ઇંધણના ઉપયોગથી ઉત્પન્ન થતી ગરમી લગભગ 94 ટકા માટે જવાબદાર હતી, જ્યારે પેશાબનો ફાળો ફક્ત 6 ટકા હતો.

આ પણ વાંચોઃ National / કેદારનાથ માર્ગ પર ફસાયા સેંકડો યાત્રિકો, તો બીજી તરફ બદ્રીનાથ-હેમકુંડમાં પણ ભારે સ્નોફોલ
બેઝ કેમ્પમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હિમાલય અન્ય પ્રદેશો કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત 2019 ના અભ્યાસ મુજબ વર્ષ 2000 પછી તે પહેલાના સમયગાળાની તુલનામાં બરફનું નુકસાન લગભગ બમણું થઈ ગયું. નવી સંશોધન ટીમ અનુસાર ખુમ્બુ ગ્લેશિયર પર બેઝ કેમ્પમાં સપાટીનું તાપમાન અન્યત્ર કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે, દર વર્ષે લગભગ 0.28 ડિગ્રી સેલ્સિયસના દરે તાપમાન વધી રહ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો