ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વાયરલ ગર્લ રિયા અહીરને બિગ બોસમાં No એન્ટ્રી, સ્ટેજ પરથી જ પરત ફરી

મનોરંજન / વાયરલ ગર્લ રિયા અહીરને બિગ બોસમાં No એન્ટ્રી, સ્ટેજ પરથી જ પરત ફરી

Published By: Bijal Vyas

Last Updated: 10:13 AM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET પ્રોટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓનો અવાજ બનેલી રિયા આહિર 'બિગ બોસ 20'માં સ્થાન મેળવી શકી નહીં. જનતાએ તેને સમર્થન આપ્યું નહીં. તેના બદલે, લવ ગિલને શોમાં એન્ટ્રી મળી.

ADVERTISEMENT

NEET વિરોધ પ્રદર્શન એ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને છેતરપિંડી સામેનું એક આંદોલન હતું. જોકે, આ આંદોલને ઘણા લોકોને સ્ટાર બનાવી દીધા, તેમાં ભાગ લઈને અનેક ઇન્ફ્લુએન્સર્સ નાયક તરીકે ઉભરી આવ્યા. મુંબઈમાં થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને રિયા આહિર નામની અભિનેત્રી અને મોડેલનું નસીબ પણ બદલી નાખ્યું. અગાઉ અજાણી એવી રિયા, NEET વિરોધ પ્રદર્શનને કારણે રાતોરાત સ્ટાર બની ગઈ.

રિયાને મળ્યો 2 મિનિટનો ફેમ!

એવું નહોતું કે, તેણે કોઈ મોટી સ્પીચ આપી હોય કે પછી પ્રોટેસ્ટમાં લાઠીચાર્જનો સામનો કર્યો હતો. તે માત્ર રસ્તાની વચ્ચે વિદ્યાર્થીઓથી ભરેલી પોલીસ વાનને રોકીને જ સ્ટાર બની ગઈ. રિયા દરેક મીડિયા પોર્ટલ અને સોશિયલ મીડિયા પેજ પર ચર્ચાનો વિષય બની ગઈ. તે વિવિધ ચર્ચાઓમાં દેખાવા લાગી અને યુવાનો તથા 'જેન-ઝી' ના ચહેરા તરીકે ઉભરી આવી. તેની બહાદુરી બદલ તેનું સન્માન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ, અચાનક સમાચાર આવ્યા કે તે 'બિગ બોસ 20'માં જોડાવા જઈ રહી છે. શોના મેકર્સની ફેવરેટને રિયાની કિસ્મતનો નિર્ણય જનતા પર જ છોડી દીધો.

પંજાબી હસીના લવ ગિલ અને રિયા વચ્ચે એક મતદાન યોજાયું હતું, જેમાં જનતાના મતો દ્વારા નક્કી થવાનું હતું કે, આ બંનેમાંથી કોણ શોમાં પ્રવેશ કરશે. 6 સપ્ટેમ્બરે તેમનું ભાવિ નક્કી થયું, જનતાએ લવ ગિલને શો માટે પસંદ કરી. જ્યારે રિયાને 'બિગ બોસ'ના મંચ પરથી જ સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવી. રિયાને 'બિગ બોસ'ના ઘરમાં પ્રવેશવાની તક મળી નહીં. તે સલમાનને મળી, કેમેરા સામે આવી અને ચૂપચાપ મંચ પરથી વિદાય થઈ ગઈ. તે 'બિગ બોસ'ના મંચ પર માત્ર બે મિનિટ માટે જ જોવા મળી હતી.

રિયા સંગ થઇ રાજનીતિ?

જોકે, રિયાએ સ્ટેજ પર નિર્ભય વ્યક્તિત્વ રજૂ કર્યું. તેણે લવ ગિલ સાથે દલીલ પણ કરી. રિયાએ ચોક્કસપણે પોતાનું સર્વસ્વ આપ્યું અને બિગ બોસના સ્ટેજ પર ભરપૂર ડ્રામા ઊભો કર્યો. પરંતુ કમનસીબે, તે શોમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહી. ચાહકો નિરાશ છે, છતાં તેમને થોડી આશા છે કે, બિગ બોસના નિર્માતાઓ કદાચ રિયાને પછીથી શોમાં લાવશે. પરંતુ સૌથી વિચિત્ર બાબત એ હતી કે જેણે પોતાની છબી 'જનતાના અવાજ' તરીકે રજૂ કરી હતી, તે રિયાને જનતાએ કેમ ન પસંદ કરી? આ વાત ચોક્કસપણે વિચિત્ર લાગે છે. કદાચ લવનો ફેંડમ રિયા કરતાં ઘણો વધારે મજબૂત છે અથવા કદાચ આ મેકર્સ દ્વારા કરવામાં આવેલી કોઈ સમજી વિચારેલી ચાલ હતી.

આ પણ વાંચોઃ Bigg Boss 20 ના ગ્રાન્ડ પ્રીમિયરમાં સલમાન કરશે જોરદાર ધમાકો, જુઓ Video

પ્લાનિંગ તો નથી ને?

રિયા 'બિગ બોસ'ને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. શો માટે તેના નામની જાહેરાત થઈ ત્યારથી જ તે સતત ઈન્ટરવ્યુ આપી રહી હતી. તેણે જણાવ્યું હતું કે તે પોતાનુ જીવન ચલાવવા અને રોજગાર માટે આ રિયાલિટી શો કરી રહી છે. કેટલાક લોકોએ રિયાને ટ્રોલ પણ કરી અને એવો દાવો કર્યો કે, તેણે માત્ર 'બિગ બોસ'માં સ્થાન મેળવવા માટે જ વિદ્યાર્થીઓના મુદ્દાને સમર્થન આપવાનો ઢોંગ કર્યો હતો. જોકે, રિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rhiya ahir neet protest viral girl out of bigg boss 2 minute fame

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ