ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કિંજલ રબારીના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ACPનું નિવેદન, "ગાડી કઈ દિશામાં ગઈ તપાસ શરૂ કરી"

અમદાવાદ / કિંજલ રબારીના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ACPનું નિવેદન, "ગાડી કઈ દિશામાં ગઈ તપાસ શરૂ કરી"

Published By: Vishal Khamar
Reported By: Shubham Bhatt

Last Updated: 10:10 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ મામલે પોલીસ તપાસ શરૂ થઈ છે. ACPએ પતિ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈની ફરિયાદ અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી.

ADVERTISEMENT

અમદાવાદમાં સિંગર કિંજલ રબારીના અપહરણના આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. ACPના જણાવ્યા મુજબ કિંજલ રબારીના પતિ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કિંજલ રબારી, તેમના ભાઈ, બહેન, બહેનના પતિ અને પતિ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ સાથે CBD મોલ ખાતે ફિલ્મ જોવા માટે ગયા હતા. ફિલ્મ દરમિયાન ઇન્ટરવેલ સમયે કિંજલે તબિયત ખરાબ હોવાની અને મૂંઝારો થતો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ ફિલ્મ અધવચ્ચે છોડીને ઘરે જવાનું નક્કી કર્યું હતું.

કિંજલનો ભાઈ મોલમાંથી બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય પરિવારજનો નીચે આવી ગાડીની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન સફેદ કપડાંમાં આવેલા એક અજાણ્યા ઈસમે કિંજલના પતિને પકડી રાખ્યો હોવાનો આક્ષેપ છે. તે સમયે કિંજલ ગાડીમાં બેઠી હતી અને ત્યારબાદ ગાડીમાં તેને લઈ જવામાં આવી હોવાની ફરિયાદ નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ કિંજલ રબારી કઈ દિશામાં લઈ જવાઈ છે અને ગાડીમાં કોણ લોકો સવાર હતા તેની ઓળખ સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મોલ તથા આસપાસના CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની કડીઓ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કિંજલ રબારી અને નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ વચ્ચે મૈત્રી કરાર થયેલા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધતાં અપહરણ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચોઃ રૂપિયા પૂરા આપવા છતાં તમે પણ નકલી ઘી તો નથી ખાતાને? અમદાવાદના આ વિસ્તારમાંથી 1140 કિલો ભેળસેળિયું ઘી પકડાયું

માલધારી એકતા સમિતિના પ્રમુખે શું કહ્યું

માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, " સમગ્ર માલધારી સમાજ ને વિનંતી ગાયિકા કિંજલ રબારી ની ઘટના થી અળગા રહેવા આહવાન " તાજેતર માં બનેલ કિંજલ રબારી ની ઘટના માં નિર્દોષ અને ભોળા માલધારી સમાજે લાગણી માં ના આવા વિનંતી .જો કિંજલ રબારી જેના પેટ માં ૯ મહિના રહી એની ના થાય .જે બાપે પેટે પાટા બધી મજૂરી કામ કરીને ૧૮ વર્ષ ની કરી એની ના થાય .માલધારી સમાજ ના દીકરા સાથે ૭ ફેરા લગ્ન ના જેની સાથે લીધા એની ના થાય તો એ જેની સાથે ગઈ છે એની પણ ભવિષ્ય માં નહિ થાય એટલે મારી વિનંતી છે કે માલધારી સમાજ ની લાગણી માં આવીને કોઇ યુવાનો અથવા સામાજિક આગેવાનો આમા જોતરાઈ નહિ ." જે લોહી નું ના થાય એ કોઈ નું ના થાય "

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kinjal Rabari Kinjal Rabari abduction Kinjal Rabari kidnapping case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ