ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીધામમાં ડ્રગ્સનો મોટો ખેલ ખુલ્યો, SOGના હાથે લાગ્યો 11.98 લાખનો મુદ્દામાલ
Last Updated: 05:15 PM, 6 September 2026
ADVERTISEMENT
ગાંધીધામ: કચ્છના ગાંધીધામમાં પોલીસે નશીલી દવાઓના ગેરકાયદેસર જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કોડેઈન સિરપની 36 બોટલ સહિત વિવિધ પ્રકારની નશીલી દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT

પોલીસે આરોપીની ધરપકડ કરી
ADVERTISEMENT
પોલીસે તોલાણી કોલેજ પાછળ આવેલા મીડ ટાઉન હોટેલ પાસેથી આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી કોડેઈન સિરપની 36 બોટલ, ટ્રામાડોલ-એસિટામિનોફેનની 352 કેપ્સ્યુલ તેમજ નાઈટ્રાઝેપમની 180 ટેબલેટ મળી આવી હતી.
12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ADVERTISEMENT
પોલીસે સિરપ અને ટેબલેટ સહિત કુલ અંદાજે રૂ. 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના વેપારી સાથે 1.46 કરોડની ઠગાઈ, રૂપિયા ખાતામાં આવતાં જ ઠગ અદ્રશ્ય થઇ ગયો ઠગ
ADVERTISEMENT
પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી
હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને જપ્ત કરાયેલા નશીલા પદાર્થો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા તેમજ આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ બાદ નશીલા દવાઓના ગેરકાયદેસર નેટવર્ક અંગે મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો