ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નકલી દવાના રેકેટ સાથે અમદાવાદના કેમિસ્ટની સંડોવણી હોવાનો ખુલાસો, ગુનો દાખલ
Last Updated: 01:03 PM, 6 September 2026
ADVERTISEMENT
BP બાદ હવે ખેંચની નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો ખુલાસો થતાં દવા બજારમાં ખળભળાટ મચી ગયો છે. લખનઉ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અમદાવાદ સાથે જોડાયેલું કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ‘ક્યોરપાથ ઈન્ટરનેશનલ’ના સંચાલક બ્રજેશ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ADVERTISEMENT

લખનઉ ડ્રગ્સ વિભાગની તપાસ આગળ વધતા નકલી દવાના રેકેટ સાથે અમદાવાદના કેમિસ્ટની સંડોવણી હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે હવે સમગ્ર નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું અને નકલી દવાઓ ક્યાંથી બજારમાં પહોંચાડવામાં આવતી હતી તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ખેંચની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ‘લેવેરા-500’ દવા પણ નકલી હોવાનું સામે આવ્યું છે. ખેંચની દવા તરીકે વપરાતી આ દવાની નકલી સ્ટ્રિપ્સ બજારમાં પહોંચાડવામાં આવી હોવાના ખુલાસાથી દર્દીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન નકલી દવાના રેકેટમાં એક મહત્વની બાબત સામે આવી છે. ખરીદી કરતાં વધુ વેચાણ દર્શાવીને નકલી દવાની સ્ટ્રિપ્સ બજારમાં ઘુસાડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલે કે દવાના ખરીદી અને વેચાણના હિસાબમાં ગેરરીતિ હોવાની આશંકા સામે આવી છે. ડ્રગ્સ વિભાગની તપાસમાં 43 હજારથી વધુ સ્ટ્રિપ્સનો હિસાબ ગાયબ હોવાનું પણ સામે આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં દવાની સ્ટ્રિપ્સનો હિસાબ ન મળતા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ સ્ટ્રિપ્સ ક્યાં ગઈ, તે કયા વિસ્તારોમાં વેચાઈ અને આ સમગ્ર પ્રક્રિયામાં કોણ-કોણ સામેલ હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ કેસમાં લખનઉના બે વેપારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ નકલી દવાના સમગ્ર નેટવર્કની કડીઓ જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને લખનઉ વચ્ચે નકલી દવાઓના વ્યવહારનું શું કનેક્શન હતું અને દવાની સ્ટ્રિપ્સ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી હતી તે મુદ્દે પણ તપાસ આગળ વધી રહી છે. અમદાવાદના એલિસબ્રિજની ‘ક્યોરપાથ ઈન્ટરનેશનલ’ના સંચાલક બ્રજેશ પટેલ સામે ફરિયાદ નોંધાતા અમદાવાદ કનેક્શન પણ તપાસના કેન્દ્રમાં આવ્યું છે. ખાસ કરીને ‘લેવેરા-500’ જેવી ખેંચની દવા નકલી નીકળતા મામલો વધુ ગંભીર બન્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 3ના મોત, 4 ઘાયલ, ખાટુશ્યામથી દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત
ADVERTISEMENT
તપાસમાં 43 હજારથી વધુ સ્ટ્રિપ્સનો હિસાબ ગાયબ હોવાનું સામે આવતાં હવે ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. ખરીદી, વેચાણ અને સ્ટોકના હિસાબ વચ્ચે શું તફાવત છે તેની પણ તપાસ ચાલી રહી છે. નકલી દવાઓ દર્દીઓ સુધી ન પહોંચે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી તપાસ પહોંચી શકે તે માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. લખનઉના બે વેપારીઓ સામે ગુનો નોંધાયા બાદ હવે અમદાવાદના કનેક્શનની પણ વધુ તપાસ થઈ રહી છે. આ સમગ્ર મામલામાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો વ્યાપ કેટલો મોટો છે અને અત્યાર સુધી કેટલી નકલી સ્ટ્રિપ્સ બજારમાં પહોંચાડવામાં આવી છે તે તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો