ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટના દહીસરડા ગામે 4 બાળકો ચેકડેમમાં ડૂબતા 3ના મોત, એકની શોધખોળ શરૂ
Last Updated: 07:49 AM, 6 September 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરડા ગામે ચેકડેમમાં ચાર બાળકો ડૂબી જવાની દુખદ ઘટના સામે આવી છે. પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં સ્કૂલના બાળકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બાળકોને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ચેકડેમમાં ચાર બાળકો ડૂબ્યા હતા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળક હજુ સુધી મળી આવ્યો નથી અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દુખનો માહોલ છવાયો છે. એકસાથે ચાર બાળકો પાણીમાં ડૂબી જવાની ઘટના બાદ પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ ઘટનામાં જે બાળકો પાણીમાં ડૂબ્યા હતા તેમની ઓળખ પણ સામે આવી છે. રાજપરા દીપ ગંગારામભાઈ નામનો બાળક હજુ સુધી મળવાનો બાકી છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજા બાળકનું નામ ધ્યેય ધમાસણા છે. તેની ઉંમર 14 વર્ષ છે અને તે દહિસરડા (આજી), તાલુકો પડધરી, જિલ્લા રાજકોટ ખાતે રહેતો હતો. ત્રીજા બાળકનું નામ વંશીત ખંભાયતા છે. તેની ઉંમર 15 વર્ષ છે. તે ધ્રોલ તાલુકાનો રહેવાસી હતો અને તેનું સરનામું ધ્રોલ, જિલ્લા જામનગર તરીકે જણાવાયું છે. ચોથા બાળકનું નામ વાસુ સવસાણી છે. તેની ઉંમર 12 વર્ષ છે. તે રાજકોટની જનકપુરી સોસાયટીમાં રહેતો હતો અને તેનું મૂળ વતન દહીસરડા, તાલુકો પડધરી, જિલ્લા રાજકોટ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપીઓનો આંકડો 40 પર પહોંચ્યો
આ બનાવમાં ત્રણ બાળકોના મોત થયા બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ એક બાળક રાજપરા દીપ ગંગારામભાઈ હજુ સુધી મળી આવ્યો નથી. તેની શોધખોળ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્કૂલના બાળકો સાથે બનેલી આ ઘટના ખૂબ જ દુખદ છે. ચેકડેમના પાણીમાં બાળકો ડૂબી જતા ત્રણ પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા છે, જ્યારે એક પરિવાર હજુ પણ પોતાના બાળકની શોધની રાહ જોઈ રહ્યો છે. બનાવને પગલે પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુમ થયેલા બાળકની શોધખોળ ચાલી રહી છે. દહીસરડા ગામે બનેલી આ ઘટનાએ ફરી એકવાર પાણીના સ્થળોએ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઉભી કરી છે. હાલ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ગુમ થયેલા બાળકની શોધખોળ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો