ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતે પાકિસ્તાનને 55 રન પર સમેટ્યું, મહિલા એશિયા કપમાં એકતરફી વિજય

India vs Pakistan / ભારતે પાકિસ્તાનને 55 રન પર સમેટ્યું, મહિલા એશિયા કપમાં એકતરફી વિજય

Published By: Nirav Kumar

Last Updated: 11:50 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને માત્ર 55 રન પર સમેટીને 7 વિકેટે હરાવ્યું છે. જેમાં શેફાલી વર્માએ 3 હજાર T20I રન પણ પૂરા કર્યા હતા.

ADVERTISEMENT

India vs Pakistan : મહિલા એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ એકતરફી સાબિત થયો છે. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે 9મા ઓવરમાં છગ્ગો મારીને સરળ વિજય અપાવ્યો હતો.

દુબઈમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતી પાકિસ્તાની ટીમ ભારતીય સ્પિનર્સ સામે ટકી શકી નહીં. તે માત્ર 18.1 ઓવરમાં માત્ર 55 રન પર સમેટાઈ ગઈ હતી. આ મહિલા T20 ઇતિહાસમાં પાકિસ્તાનનો સૌથી લો સ્કોર છે. જેમાં ચાર બેટ્સમેન 0 પર પેવેલિયન પરત ફર્યા અને માત્ર 2 જ પ્લેયર 10ના આંકડાને ટચ કરી શક્યા હતા. જેમાં શાવલ જુલ્ફિકારે 14 અને મુનીબા અલીએ 13 રન બનાવ્યા હતા.

ભારતીય બોલિંગની શરુઆત શ્રી ચરણી અને પ્રેમા રાવતે કરી હતી. જેમાં આ બંનેએ 3-3 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ 2 અને શેફાલી વર્માએ 1 વિકેટ મેળવી હતી. ફિલ્ડિંગમાં થોડી ભૂલો થઈ છતાં પાકિસ્તાનનું કમજોર પ્રદર્શન એટલું હતું કે તેની કોઈ અસર ન પડી.

56 રનના ટાર્ગેટ ચેઝ કરતી ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી હતી. જેમાં શેફાલી વર્માએ પહેલી જ બોલ પર છગ્ગો મારીને 3 હજાર T20 રન પૂરા કર્યા હતા. તે 12 રન બનાવીને આઉટ થઈ હતી પરંતુ બાકીની ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે મહિલા એશિયા કપમાં પોતાનું પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.

ઈન્ડિયા વુમન (પ્લેઈંગ ઈલેવન): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ.

વધુ વાંચો : IND-W vs PAK-W: ભારત-પાકિસ્તાનના કેપ્ટને હેન્ડશેક ટાળ્યું, ટોસ જીતતાની સાથે જ દુબઈમાં માહોલ ગરમાયો

પાકિસ્તાન વુમન (પ્લેઇંગ ઇલેવન): મુનીબા અલી (વિકેટકીપર), શાવાલ ઝુલ્ફીકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદાફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, અયમાન ફાતિમા, તુબા હસન, નાશરા સંધુ, સાદિયા ઇકબાલ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Women's Asia Cup defeated Pakistan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ