ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના લોકમેળામાં આવારા તત્વોનો ત્રાસ, છરી લઈ મેળામાં ઘૂસ્યા, રાઈડ્સમાં તેડફોડ કરી, 4ની ધરપકડ

VIDEO / ભાવનગરના લોકમેળામાં આવારા તત્વોનો ત્રાસ, છરી લઈ મેળામાં ઘૂસ્યા, રાઈડ્સમાં તેડફોડ કરી, 4ની ધરપકડ

Published By: Vishal Khamar
Reported By: Hiren Chauhan

Last Updated: 07:57 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે યોજાયેલા પરંપરાગત જન્માષ્ટમી લોકમેળામાં રાઈડ્સમાં બેસવા બાબતે થયેલી બોલાચાલી બાદ તોડફોડ અને મારામારીની ઘટના સામે આવી છે. ઘોઘારોડ પોલીસે ચાર આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

મેળામાં રાઈડ્સમાં બેઠેલા કેટલાક યુવાનોને રાઈડમાંથી નીચે ઉતારવા બાબતે બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, છ વ્યક્તિઓ રાઈડમાં બેસ્યા બાદ બહાર નીકળતા ન હતા. જેને લઈને રાઈડના સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક શખ્સે છરી કાઢી હતી, જ્યારે અન્ય આરોપીઓએ તેની સાથે મળી રાઈડમાં તોડફોડ કરી હતી અને ફરિયાદી તૌફીકભાઈ રફીકભાઈ જુનેજા સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે.

પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

ઘટનામાં રાઈડને આશરે 50 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ છે. સાથે જ 7,500 રૂપિયા ગુમ થયાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ મામલે તૌફીકભાઈ જુનેજાએ છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ચાર આરોપીઓ—આદિલ તપેલી, અક્ષયરાજ ગોહિલ, રવિરાજ અને નરેશ—ને ઝડપી પાડ્યા છે. જ્યારે બાકીના બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

બીજી તરફ, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકમેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હજારો લોકો, મહિલાઓ અને બાળકોની હાજરી વચ્ચે ધારદાર હથિયાર સાથે તોડફોડની ઘટના બની હોવાના વીડિયોએ ચકચાર જગાવી છે. ખાસ કરીને સુનામી રાઈડમાં છરી વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના દૃશ્યો સામે આવતા મેળામાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સામે સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ એકપણ ચૂંટણી ના લડનાર ગુજરાતની રાજકીય પાર્ટીઓને કરોડોનું ફંડ, આ 6 પાર્ટીઓનાં નામ પણ નહીં સાંભળ્યાં હોય

સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં હથિયાર અંદર કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય

સૌથી મોટો સવાલ એ છે કે મેળાના પ્રવેશદ્વારો પર ચેકિંગ અને સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં ધારદાર હથિયાર લઈને શખ્સો અંદર કેવી રીતે પહોંચ્યા? મેટલ ડિટેક્ટર અને ફ્રિસ્કિંગની વ્યવસ્થા હોવા છતાં હથિયાર અંદર પહોંચ્યા હોય તો સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી તે તપાસનો વિષય બન્યો છે. હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar fair fight Jawahar Maidan incident Bhavnagar Janmashtami Mela

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ