ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ધાર્મિક સ્થળોના વિકાસ માટે 10 પ્રોજેક્ટ મંજૂર, ગુજરાત સરકારે 1334091000 રૂપિયા ફાળવ્યા
Last Updated: 06:41 PM, 3 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોના સર્વગ્રાહી વિકાસ માટે કુલ 10 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
રૂપાલ સ્થિત વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસને મંજૂરી
મંજૂર થયેલા પ્રોજેક્ટોમાં ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસને સૌથી વધુ રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે દિશામાં વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
વિવિધ સ્થળો માટે ફાળવવામાં આવેલી રકમની યાદી
ADVERTISEMENT
અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિર વિકાસને પણ મંજૂરી
સૌરાષ્ટ્રમાં ગોંડલના અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિર આસપાસના વિસ્તારના વિકાસને પણ મંજૂર પ્રોજેક્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઐતિહાસિક વારસો અને ધાર્મિક આસ્થાના કેન્દ્રને પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
ADVERTISEMENT
ઉનાઈ માતાજી મંદિરના વિકાસ માટે પણ વિવિધ કામોને મંજૂરી
ADVERTISEMENT
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલા ઉનાઈ માતાજી મંદિરના વિકાસ માટે પણ વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. અહીં ભક્તો અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રવેશદ્વાર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાઈબ્રેરી સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મહિસાગર નદીના ઘાટનું નિર્માણ કરવામાં આવશે
ADVERTISEMENT
આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલા ચેહર માતાજી મંદિર નજીક મહિસાગર નદીના ઘાટનું નિર્માણ કરવામાં આવશે. ઘાટ વિસ્તારમાં વોકવે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતના વિકાસકામો હાથ ધરાશે. આ કામગીરીથી ધાર્મિક સ્થળની સુવિધાઓમાં વધારો થવાની સાથે સ્થાનિક પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ અડાજણમાં મહિલાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી, કોન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ!
યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો
રાજ્યના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસથી યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો થશે તેમજ સ્થાનિક સ્તરે પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. સરકારના આ પ્રયાસોથી ધાર્મિક સ્થળોને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો માર્ગ ખુલશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.