ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ લોકમેળાને લઈને તંત્રે લીધો મોટો નિર્ણય, VTV ન્યૂઝના અહેવાલની અસર, જાણો શું થયું?

મેળાની મજા / રાજકોટ લોકમેળાને લઈને તંત્રે લીધો મોટો નિર્ણય, VTV ન્યૂઝના અહેવાલની અસર, જાણો શું થયું?

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 07:13 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV ન્યૂઝના અહેવાલની અસર પડી છે. રાજકોટ લોકમેળામાં આખરે તમામ 34 યાંત્રિક રાઇડને મંજૂરી આપી દેવાતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા તરીકે ઓળખાતા રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી ગઈ છે. રાજકોટ સીટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા તમામ 34 યાંત્રિક રાઈડને મંજૂરી આપવામાં આવી છે અને તે પણ લોકમેળો શરૂ થયાના 24 કલાક બાદ મંજૂરી અપાઈ છે.

શું હતો વિવાદ?

લોકમેળામાં તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો. લોકમેળામાં એકલ-દોકલ યાંત્રિક રાઇડ્સને જ મંજૂરી મળી હતી. યાંત્રિક રાઇડ્સ ઓછી હોવાથી જે રાઇડ્સ શરૂ છે ત્યાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક રાઇડ્સમાં બેસવા માટે લોકોને 15થી 30 મિનિટ સુધી રાહ જોવી પડી રહી હતી. મેળામાં આવેલા કેટલાક લોકોએ જણાવ્યું કે, ગયા વર્ષે વરસાદને કારણે લોકમેળાની મજા બગડી હતી અને આ વર્ષે યાંત્રિક રાઇડ્સને મંજૂરીમાં વિલંબ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ નિયમો કડક બનાવાયા

ઉલ્લેખનીય છે કે TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી SOPને પગલે મેળામાં નિયમો અત્યંત કડક બનાવાયા હતા. પોલીસ કમિશનર દ્વારા 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી બનાવવામાં આવી છે જેને ગ્રાઉન્ડની તપાસ બાદ લીલીઝંડી આપી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

rajkot fair rajkot fair rides news rajkot fair rides

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ