ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CG રોડનું સ્માર્ટ પાર્કિંગ શરૂ થતાં જ ફેલ, ઉંદરો કેબલ ચાવી ગયા, 20થી 25 પાર્કિંગ લોક બંધ પડ્યાં!
Last Updated: 03:09 PM, 3 September 2026
ADVERTISEMENT
અમદાવાદના સીજી રોડ પર એએમસી દ્વારા શરૂ કરાયેલી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ વ્યવસ્થાને શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ યુટિલિટી ડક્ટમાં રહેતા ઉંદરો પાર્કિંગ સિસ્ટમના કેબલ ચાવી જતાં સિસ્ટમમાં ખામી સર્જાઈ રહી છે.
ADVERTISEMENT
સીજી રોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન વારંવાર ખોદકામ ન કરવું પડે તે માટે યુટિલિટી કેબલ ડક્ટમાં મૂકવામાં આવી હતી. હવે આ જ કેબલને ઉંદરો નુકસાન પહોંચાડી રહ્યા છે. એએમસીના અધિકારીના જણાવ્યા મુજબ ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧,૦૦૦ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ લોક લગાવવાની યોજના છે. સમગ્ર સિસ્ટમમાં લોક, કેબલ અને ઇન્ટરનેટ લાઇનનો સમાવેશ થાય છે.
ઉંદરોથી કેબલને બચાવવા કન્ડ્યુઇટ પાઇપમાં કેબલ મૂકવાની કામગીરીની યોજના બનાવાઈ છે. અધિકારીએ જણાવ્યું કે હાલમાં સીજી રોડ પર આશરે ૨૮૦ પાર્કિંગ લોક લગાવવામાં આવ્યાં છે. દર ચાર કાર માટે એક સીસીટીવી કેમેરા રાખવાની વ્યવસ્થા સાથે કુલ ૨૫૦ સીસીટીવી કેમેરા પણ લગાવાશે. સીજી રોડ ઉપરાંત મકરબા રોડ પર ૨૦૦ અને સાયન્સ સિટી રોડ પર ૫૦૦થી વધુ સ્માર્ટ પાર્કિંગ લોક લગાવવાનું આયોજન છે, જોકે રાયપુર-રંગીલા રોડ પર વધારાનાં લોક લગાવવામાં આવશે નહીં.
ADVERTISEMENT
ફોર વ્હીલર માટેની આ ફ્લેપ પાર્કિંગ વ્યવસ્થા મંગળવારથી સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધી શરૂ કરવામાં આવી છે. નક્કી કરાયેલા પાર્કિંગ બેમાં વાહન ઊભું કરતાં સેન્સરથી ફ્લેપ બેરિયર આપમેળે ઊંચું થઈ વાહનને સુરક્ષિત કરે છે. પાર્કિંગનો સમય પણ સિસ્ટમ આપમેળે નોંધે છે.
પ્રથમ પાંચ મિનિટ પાર્કિંગ મફત છે. ત્યાર બાદ કલાકના રૂ. ૨૦ ચાર્જ વસૂલાશે. ક્યૂઆર કોડ સ્કેન કરી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ બેરિયર આપમેળે નીચે થઈ જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રોડ પર અચાનક ટ્રેલર નીચે કૂદી યુવકે જીવન ટૂંકાવી દીધું, LIVE દ્રશ્યો CCTVમાં કેદ!
કેશ નહીં, ટુ વ્હીલરને પણ મંજૂરી નહીં
ADVERTISEMENT
સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં રોકડથી ચુકવણીની સુવિધા નથી., સાથે જ ટુ વ્હીલરને આ પાર્કિંગ બેમાં ઊભાં રાખવાની મંજૂરી નથી. નક્કી કરાયેલા પાર્કિંગ વિસ્તારની બહાર અથવા નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં વ્હીલ ક્લેમ્પિંગનો પણ સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.