ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકામાં ગ્રીન કાર્ડનું સપનું જોતા ભારતીયો માટે મોટો ઝટકો, EB-2માં 179 વર્ષ સુધીની રાહ!

NRI / અમેરિકામાં ગ્રીન કાર્ડનું સપનું જોતા ભારતીયો માટે મોટો ઝટકો, EB-2માં 179 વર્ષ સુધીની રાહ!

Published By: Bijal Vyas

Last Updated: 12:59 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકો માટે કાયમી નિવાસનો દરજ્જો (ગ્રીન કાર્ડ) મેળવવાની રાહ જોવાનો સમયગાળો લાંબો થઈ ગયો છે. NFAPના એક અહેવાલ મુજબ, EB-2 શ્રેણી હેઠળના નવા ભારતીય અરજદારોએ 179વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

ADVERTISEMENT

અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે કાયમી નિવાસનો દરજ્જો અથવા 'ગ્રીન કાર્ડ' મેળવવું સરળ નથી. તેમને લાંબી રાહ જોવી પડી શકે છે. 'નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી' (NFAP) ના અહેવાલ મુજબ, આ વર્ષે રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર ભારતીય નાગરિકે ઓછામાં ઓછા 179 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. તેની સરખામણીમાં, ચીની નાગરિકો માટે રાહ જોવાનો સમયગાળો લગભગ 25 વર્ષ જેટલો હોઈ શકે છે.

આ અહેવાલ યુ.એસ. સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના ડેટાનું વિશ્લેષણ કરે છે અને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડની EB-1, EB-2 અને EB-3 શ્રેણીઓમાં પેન્ડિંગ અરજીઓની તપાસ કરે છે. અહેવાલ મુજબ, આ શ્રેણીઓમાં ભારતીયો સૌથી વધુ વિલંબનો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2026 કે તે પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા ભારતીયોએ EB-2 શ્રેણીમાં 179 વર્ષ સુધીની સંભવિત રાહ જોવી પડી શકે છે. તે જ સમયે, EB-3 શ્રેણી માટે આ રાહ લગભગ 38 વર્ષની અને EB-1 શ્રેણી માટે આશરે ૫ વર્ષની હોઈ શકે છે. આનું મુખ્ય કારણ અમેરિકામાં રોજગાર-આધારિત ગ્રીન કાર્ડની મર્યાદિત સંખ્યા અને દેશ-દીઠ વાર્ષિક મર્યાદા (કેપ્સ) છે. આ ઉપરાંત અમેરિકામાં વિદેશી વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને અન્ય અત્યંત કુશળ વ્યાવસાયિકોની ભારે માંગ આ બેકલોગ વધારી રહી છે.

America Green Card 02

લગભગ 10 લાખ ભારતીય કતારમાં

અમેરિકન કાયદા હેઠળ, વાર્ષિક ધોરણે રોજગાર-આધારિત આશરે 1.40 લાખ ગ્રીન કાર્ડ જારી કરી શકાય છે. આ ઉપરાંત, એક મર્યાદા પણ છે જે મુજબ કોઈપણ એક દેશના નાગરિકોને કુલ ગ્રીન કાર્ડના 7 ટકાથી વધુ કાર્ડ મળી શકતા નથી. 'નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી' (NFAP) ના વિશ્લેષણ મુજબ, રોજગાર-આધારિત ઇમિગ્રેશનના પેન્ડિંગ કેસોની લાંબી કતારમાં લગભગ 10 લાખ ભારતીયો ફસાયેલા છે. ડિસેમ્બર 2025 સુધીની સ્થિતિએ આ સંખ્યા કુલ ગ્રીન કાર્ડની બાકી યાદીના 79 ટકા જેટલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રીયતા-આધારિત ગ્રીન કાર્ડની ભારતીય નાગરિકો પર ચીની અને ફિલિપિનો નાગરિકોની સરખામણીમાં ઘણી વધારે અસર પડે છે.

ભારતીય લોકો માટે સૌથી ગંભીર સ્થિતિ EB-2 શ્રેણીમાં

EB-1, EB-2 અને EB-3 શ્રેણીઓમાં કુલ બેકલોગ પણ સતત વધ્યો છે. ડિસેમ્બર 2025 સુધીમાં આ આંકડો અંદાજે 1.26 મિલિયન સુધી પહોંચ્યો હતો, જે એપ્રિલ 2020માં લગભગ 1.05 મિલિયન હતો એટલે કે પાંચ વર્ષમાં તેમાં લગભગ 20.6 ટકાનો વધારો થયો છે. અહેવાલ મુજબ, EB-2 શ્રેણીમાં ભારતીયો માટે સ્થિતિ સૌથી ગંભીર છે. આ શ્રેણીમાં અરજી કરનાર અત્યંત કુશળ ભારતીય કર્મચારીએ અંદાજે 179 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. EB-3 શ્રેણીમાં રાહ જોવાનો સમયગાળો લગભગ 38 વર્ષ સુધી અને EB-1 શ્રેણીમાં આશરે 4 થી 5 વર્ષ સુધી લંબાઈ શકે છે. જોકે, આ અંદાજો વર્તમાન બેકલોગ અને નિયમો પર આધારિત છે અને બદલાતી પરિસ્થિતિઓને આધારે વાસ્તવિક સમયગાળો અલગ હોઈ શકે છે.

America Green Card 01

ગ્રીન કાર્ડની ત્રણ પ્રમુખ શ્રેણીઓ

ભારતીય વ્યાવસાયિકો માટે રોજગાર-આધારિત ગ્રીન કાર્ડની ત્રણ મુખ્ય શ્રેણીઓ છે.

  • EB-1 – આમાં પોતપોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ, શ્રેષ્ઠ પ્રોફેસરો અને સંશોધકો, તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના અમુક વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
  • EB-2 – આ શ્રેણીમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યાવસાયિકો અને પોતપોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
  • EB-3 – આ શ્રેણીમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા વ્યાવસાયિકો તેમજ કુશળ અને અન્ય શ્રેણીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ‘અંકલ-આન્ટી’ બોલી દો તો શું થાય? NRI છોકરીએ જાણો શું કહ્યું..

ભારતીય અને ચીની આવેદકો માટે રાહમાં મોટુ અંતર

એક રિપોર્ટમાં ભારતીય અને ચીની અરજદારો વચ્ચે રાહ જોવાના સમયમાં નોંધપાત્ર તફાવત દર્શાવે છે. EB-2 શ્રેણીમાં ભારતીયો માટે રાહ જોવાનો અંદાજિત સમયગાળો 179 વર્ષ છે, જ્યારે ચીની નાગરિકો માટે તે લગભગ ૨૫ વર્ષ છે. તેવી જ રીતે, EB-3 શ્રેણીમાં ચીની નાગરિકો માટેના લગભગ 7 વર્ષની સરખામણીમાં ભારતીયો માટે રાહ જોવાનો અંદાજિત સમયગાળો લગભગ 38 વર્ષ છે. EB-1 શ્રેણી માટે, ભારતીયો માટે રાહ જોવાનો અંદાજિત સમયગાળો લગભગ 5 વર્ષ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Us green card eb2 nfap report backlog indians 179 year wait

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ