ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકામાં ‘અંકલ-આન્ટી’ બોલી દો તો શું થાય? NRI છોકરીએ જાણો શું કહ્યું..

NRI / અમેરિકામાં ‘અંકલ-આન્ટી’ બોલી દો તો શું થાય? NRI છોકરીએ જાણો શું કહ્યું..

Published By: Pravin Joshi

Last Updated: 12:22 AM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયના લોકો સોશિયલ મીડિયા પર ત્યાંના કલ્ચરલ ડિફરન્સ (સાંસ્કૃતિક તફાવતો) અંગે વારંવાર જાગરૂકતા ફેલાવતા હોય છે.

ADVERTISEMENT

અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશોમાં વસવાટ કરતા ભારતીયો પોતાના રોજીંદા જીવનના અનુભવો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરતા રહે છે. વિદેશમાં સ્થાયી થવા માટે ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ અને બોલચાલની રીતભાતને સમજવી અત્યંત જરૂરી બની જાય છે. આવી જ એક મહત્વની બાબત અંગે અમેરિકામાં રહેતી એક ભારતીય મહિલા કોમલ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયો દ્વારા વિગતવાર પ્રકાશ પાડ્યો છે.

didha - 2026-08-29T002017.713

ગોરા નાગરિકો માટે 'અંકલ' કે 'આંટી' શબ્દ કલ્ચર શોક સમાન

કોમલ પાંડે નામના કન્ટેન્ટ ક્રિએટરે વીડિયોમાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં તમે કોઈ સ્થાનિક વડીલ કે અજાણી વ્યક્તિને 'અંકલ' અથવા 'આંટી' કહીને બોલાવો છો તો તેઓ તુરંત આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારતમાં વડીલો પ્રત્યે સન્માન દર્શાવવા માટે આ શબ્દોનો ઉપયોગ ખૂબ સહજ માનવામાં આવે છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં આ સ્થિતિ તદ્દન ભિન્ન છે. અમેરિકામાં કોઈ આ શબ્દો સાંભળે તો તેમને લાગે છે કે તમે કોઈ બીજા વ્યક્તિને સંબોધી રહ્યા છો.

didha - 2026-08-29T002005.741

ઉંમર વધી ગઈ હોવાનો થાય છે અહેસાસ

અમેરિકી સંસ્કૃતિમાં જો કોઈ વ્યક્તિને 'અંકલ' કે 'આંટી' કહેવામાં આવે તો તેઓ એવું માને છે કે તેમને વૃદ્ધ અથવા ઉંમરલાયક ગણવામાં આવી રહ્યા છે. આ કારણે જ ત્યાંના લોકો આ પ્રકારના સંબોધનથી નારાજગી અનુભવે છે. વિદેશમાં કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે તેમને 'સર' (Sir), 'મેમ' (Ma'am) અથવા તેમના નામથી સંબોધવાની પરંપરા છે.

KKJKJKJKU

આ પણ વાંચોઃ Nepal Flood / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રસપ્રદ કમેન્ટ્સ કરી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ભારતમાં પણ આ પ્રકારનું કલ્ચર આવવું જોઈએ, કારણ કે અહીં અજાણ્યા લોકોને પણ ગમે ત્યારે 'અંકલ' કે 'આંટી' કહી દેવામાં આવે છે. એક યુઝરે રમુજમાં લખ્યું કે, ભારતમાં તો ક્યારેક 60 વર્ષના વડીલ પણ 25 વર્ષના યુવક કે યુવતીને અંકલ-આંટી કહીને સંબોધતા જોવા મળે છે. તેથી વિદેશ પ્રવાસે જતાં ભારતીયોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USCulture CultureShock NRI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ