ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો

Nepal Flood / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:41 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Flash Floods Ex-Railway Minister Mukul Roy Bahu Missing: નેપાળ-તિબેટ સરહદ નજીક અચાનક આવેલા ભયંકર પૂરથી ઘણા પરિવારોની ચિંતા વધી ગઈ છે. ગુમ થયેલા લોકોમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મુકુલ રોયની પુત્રવધૂ શર્મિષ્ઠા ભૌમિક રોયનો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

નેપાળ-તિબેટ સરહદ નજીક અચાનક આવેલા ભયંકર પૂરથી ઘણા પરિવારોની ચિંતા વધી ગઈ છે. ગુમ થયેલા લોકોમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મુકુલ રોયની પુત્રવધૂ શર્મિષ્ઠા ભૌમિક રોયનો પણ સમાવેશ થાય છે. શર્મિષ્ઠા, મુકુલ રોયના પુત્ર અને બીજપુરના પૂર્વ ટીએમસી ધારાસભ્ય સુભ્રાંશુ રોયની પત્ની છે. તે 21 ઓગસ્ટ 2026 ના કૈલાશ-માનસરોવર યાત્રા માટે નેપાળ ગઈ હતી. તેણીએ છેલ્લે 25 ઓગસ્ટના રાત્રે 11:30 વાગ્યે તેના પતિ સાથે વાત કરી હતી. ત્યારથી તેણીનો સંપર્ક તૂટી ગયો છે.

મીડિયા અહેવાલો અનુસાર સુભ્રાંશુ રોય પત્નીને શોધવા અને તેની સ્થિતી જાણવા માટે નેપાળ જવા રવાના થયા છે. પરિવાર ભારતીય દૂતાવાસ અને વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે.

શર્મિષ્ઠા ભૌમિક રોય કોણ છે?

શર્મિષ્ઠા ભૌમિક રોય ભૂતપૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોયની પુત્રવધૂ અને સુભ્રાંશુ રોયની પત્ની છે. તે ઉત્તર 24 પરગણા જિલ્લાની રહેવાસી છે. 43 વર્ષીય શર્મિષ્ઠા 21 ઓગસ્ટના રોજ કૈલાશ-માનસરોવર યાત્રા માટે કોલકાતાથી નીકળી હતી. તે એકલી મુસાફરી કરી હતી અને એક ટ્રાવેલ એજન્સી દ્વારા આયોજિત જૂથનો ભાગ હતી. નેપાળ-ચીન સરહદ નજીક અચાનક પૂર આવ્યા પછી તેમનો સંપર્ક તૂટી ગયો હોવાથી તેમનું નામ હાલમાં સમાચારમાં છે. તેમના પતિ સુભ્રાંશુના જણાવ્યા અનુસાર, શર્મિષ્ઠા છેલ્લી વાર વાત કરી ત્યારે કિરોંગ વિસ્તારમાં હતી અને સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

VTV Digital 1

આ પણ વાંચોઃ IMD Forecast / મેઘરાજાની ફરી થશે એન્ટ્રી, 29 ઓગસ્ટે 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે

શર્મિષ્ઠા ભૌમિક રોય સાથે કેટલા લોકો હતા?

શર્મિષ્ઠાએ જે ગૃપ સાથે મુસાફરી કરી હતી તેમાં કોલકાતાના આશરે 32 લોકોનો સમાવેશ થતો હતો. આ ગૃપ કૈલાશ-માનસરોવર જઈ રહ્યું હતું. અહેવાલો અનુસાર તેમાં પ્રવાસીઓ અને ટૂર મેનેજરનો સમાવેશ થતો હતો. આ ગૃપના 32 લોકોમાંથી એકને બચાવ્યા પછી 31 લોકો ગુમ થયાની જાણ થઈ હતી. શર્મિષ્ઠા પણ તેમાંની એક છે. બીજા અહેવાલ મુજબ આ ગૃપ 21 ઓગસ્ટના કોલકાતાથી રવાના થયું હતું અને પ્રવાસ દરમિયાન નેપાળ પહોંચ્યું હતું. ત્યારબાદ તેઓ કૈરોંગ અને રસુવાગઢી થઈને કૈલાશ-માનસરોવર તરફ જઈ રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ex-Railway Minister Nepal flood crisis Nepal Floods Landslide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ