ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગઈકાલ સાંજે નેપાળ જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ હતા, અને હવે...! પાછો આંકડો વધ્યો
Last Updated: 11:45 AM, 28 August 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંધીનગર: નેપાળમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ગુમ થયેલા લોકોની સંખ્યા વધીને 26 થઈ હોવાની માહિતી સામે આવી છે. રાજ્ય સરકારે નેપાળમાં લાપતા ગુજરાતીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદ, આણંદ, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોના લોકોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
ગુજરાતના કુલ 26 લોકો નેપાળમાં લાપતા હોવાની માહિતી મળી
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 26 લોકો નેપાળમાં લાપતા હોવાની માહિતી મળી છે. આ લોકો અંગે તેમના પરિવારજનોમાં ચિંતા વધી છે અને તેમના સગાં-સંબંધીઓ સરકાર તથા સંબંધિત તંત્ર પાસેથી સતત માહિતી મેળવી રહ્યા છે.
ADVERTISEMENT

અમદાવાદ 5, આણંદ 5, રાજકોટ 1, વલસાડ 1, સુરત 3, ખેડા 3, અમરેલી 2, ગાંધીનગર 4, વડોદરા 2
ADVERTISEMENT
વિદેશમાં વસતા ગુજરાતીઓનો પણ સમાવેશ
લાપતા લોકોની યાદીમાં માત્ર ગુજરાતમાં રહેતા લોકો જ નહીં, પરંતુ વિદેશમાં વસતા કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, 26 લાપતા ગુજરાતીઓમાંથી 2 લોકો ન્યૂઝીલેન્ડ, 7 લોકો અમેરિકા અને 2 લોકો કેનેડામાં વસવાટ કરતા હતા. નેપાળમાં ગયેલા આ લોકો સાથે સંપર્ક ન થતાં તેમના પરિવારજનો દ્વારા સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિગતો એકત્ર કરીને લાપતા લોકોની યાદી જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT

પરિવારજનોમાં ચિંતા
ADVERTISEMENT
લાપતા લોકો અંગે કોઈ માહિતી મળી શકે અને તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળે તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે. સરકાર અને સંબંધિત એજન્સીઓ દ્વારા લાપતા લોકો અંગે વધુ માહિતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રાજકોટના વૃદ્ધાને 55 લાખમાં રોવડાવ્યા, કરાયા ડિજિટલ અરેસ્ટ
રાજ્ય સરકારે નેપાળમાં ગુમ થયેલા લોકોની યાદી કરી જાહેર
હાલમાં જાહેર થયેલી યાદી મુજબ 26 ગુજરાતીઓ લાપતા હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં તપાસ અને સંપર્ક પ્રક્રિયા આગળ વધતાં આ આંકડામાં ફેરફાર થવાની શક્યતા છે. સરકાર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લાપતા લોકો અંગેની માહિતી મળતાં પરિવારજનોને જાણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો