ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પત્ની સાથે આડાસંબંધો, બોટાદમાં પતિએ પીછો કરીને પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરી
Last Updated: 10:12 PM, 27 August 2026
ADVERTISEMENT
બોટાદના ગઢડાના ઉગામેડી ગામે યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આડા સંબધમા યુવકની હત્યા થઈ હતી અને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી હતી. ઉગામેડી ગામમાં મૃતક દિનેશ સાગઠીયાને પરિણીતા સાથે આડો સંબંધ હતો આ વાતની પતિને ખબર પડી જતાં તે ક્રોધે ભરાયો હતો અને પ્રેમીને પાઠ ભણાવાનું નક્કી કર્યું હતું આ પછી પતિએ તેનો પીછો કરીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ પતિએ પત્નીને પણ છરીના ઘા માર્યાં હતા.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઉગામેડી ગામે શું બન્યું હતું?
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી એક ભયાનક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભીમડાદ ગામના વતની અને આશરે 45 વર્ષીય દિનેશભાઈ લાખાભાઈ સાગઠીયા નામના યુવક ઉગામેડી ફાટક પાસે આવેલા પુલની બાજુમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
ADVERTISEMENT
હોસ્પિટલમાં મોત
ADVERTISEMENT
સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર અર્થે ગઢડાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે પહોંચાડાયા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ અને શારીરિક ઈજાઓને જોતાં અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.