ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / રાખડી બાંધતી વખતે ભદ્રા-અશુભ સમય ટાળો, પૂજાની થાળી અને તિલક વિના વિધિ ન કરો; જાણો શુભ મુહૂર્ત

photo-story

6 ફોટો ગેલેરી

Raksha Bandhan 2026 / રાખડી બાંધતી વખતે ભદ્રા-અશુભ સમય ટાળો, પૂજાની થાળી અને તિલક વિના વિધિ ન કરો; જાણો શુભ મુહૂર્ત

Last Updated: 04:02 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Raksha Bandhan 2026: 28 ઓગસ્ટે, શ્રાવણ પૂર્ણિમાના દિવસે, રાખડી બાંધતી વખતે થતી કેટલીક ભૂલો ભાઈ-બહેન વચ્ચેના સંબંધ પર નકારાત્મક અસર કરી શકે છે. આવો, આ ભૂલો વિશે જાણીએ.

1/6

photoStories-logo

1. જાણો રાખડી બાંધવાના વિધિ વિધાન

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સંબંધનો તહેવાર મનાય છે. આ દિવસે બહેન ભાઈનાં કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેની રક્ષાનું વચન આપે છે. જેમાં વર્ષ 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટ શુક્રવારે મનાવવામાં આવશે. રાખડી બાંધવી સરળ લાગે છે પણ હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે. જેમાં શુભ સમયે અને વિધિ-વિધાનથી રાખી બાંધવાથી તહેવારની પવિત્રતા જળવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભદ્રા કાળનુ ધ્યાન રાખો

રક્ષાબંધન પર ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં ધાર્મિક માન્યતા મુજબ ભદ્રા દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આથી રાખડી બાંધતા પહેલાં પંચાંગમાં ભદ્રાની સ્થિતિ જોવી જરૂરી છે. આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળનો કોઈ અસર નથી કેમ કે ભદ્રા 27 ઓગસ્ટની રાત્રે જ પૂરી થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દિશાનું રાખો ધ્યાન

પરંપરા મુજબ ભાઈને રાખડી બાંધતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડવો. જેમાં બહેન ભાઈની સામે બેસીને પૂજાની થાળી તૈયાર કરે છે અને વિધિ મુજબ તિલક, અક્ષત અને રાખી અર્પણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ રીતે તિલક લગાવો

કપાળ પર લગાવેલા તિલક પર ચોખાના દાણા લગાવવાની પણ એક પરંપરા છે. આ પ્રથા અત્યંત શુભ માનવામાં આવે છે. 'અક્ષત'નો અર્થ છે અખંડિત એટલે કે સંપૂર્ણ અને સાબૂત દાણા. તેથી, તિલક પર અક્ષત લગાવવા એ એવી આશાનું પ્રતીક છે કે ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમનો સંબંધ હંમેશાં અખંડ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ક્યા હાથે રાખડી બાંધવી?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈએ હંમેશા જમણા હાથ પર રાખડી બાંધવી જોઈએ. તમને જણાવી દઈએ કે જમણા હાથનો સંબંધ કાર્યો સાથે છે. તેથી આ હાથ પર રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રાખડી પર 3 ગાંઠ કેમ ?

રાખડી બાંધતી વખતે ધ્યાન રાખો કે 3 ગાંઠ જ બાંધો. કારણ કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

raksha bandhan 2026 do not make these mistakes tie rakhi niyam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ