ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તિબેટના ગ્યિરોન્ગમાં ફ્લેશ ફ્લડ વચ્ચે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ, સોશિયલ મીડિયા પર અપડેટ આપી કહ્યું- હું સુરક્ષિત છું
Last Updated: 03:26 PM, 27 August 2026
ADVERTISEMENT
કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન તિબેટના ગ્યિરોન્ગ વિસ્તારમાં આવેલા ફ્લેશ ફ્લડના કારણે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ પણ ફસાઈ ગઈ હતી. જોકે માનસીએ સોશિયલ મીડિયા પર અપડેટ આપીને પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી છે. માનસી પારેખ કૈલાસ પર્વત અને માનસરોવર યાત્રા માટે ચીન પહોંચી હતી.
ADVERTISEMENT

દરમિયાન ગ્યિરોન્ગ વિસ્તારમાં અચાનક આવેલા ભારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. યાત્રાળુઓના એક ગ્રૂપના આશરે ૭૭ લોકો લાપતા હોવાની માહિતી સામે આવતાં માનસીનો પણ સંપર્ક ન થતાં પરિવાર અને ચાહકોની ચિંતા વધી હતી. માનસીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું કે તે હાલ ચીનની એક હોટલમાં સુરક્ષિત છે અને આગળની યાત્રા અંગે સ્થાનિક અધિકારીઓના માર્ગદર્શનની રાહ જોઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કૈલાશ માનસરોવરની યાત્રા માટે જરૂરી ચીનના વિઝા લેવા ગયા, નેપાળ પૂરમાં આણંદનું કપલ ગુમ
તેણે થોડા દિવસ પહેલાંના એક ફોટો સાથે લખ્યું હતું કે જે સ્થળે તેનું પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તે જ સ્થળ હવે પૂરનાં પાણીમાં ડૂબી ગયું છે. આ દૃશ્ય જોઈ તેનું હૃદય તૂટી ગયું હોવાનું પણ તેણે જણાવ્યું હતું. ફ્લેશ ફ્લડ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન લાપતા યાત્રાળુઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. માનસી સુરક્ષિત હોવાની માહિતી સામે આવતાં તેના પરિવાર અને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો