ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / TAT પરીક્ષાને લઈ 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજા ? શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

ગાંધીનગર / TAT પરીક્ષાને લઈ 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજા ? શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 05:21 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TATની પરીક્ષાના ખોટા પત્ર અંગે રાજ્યના શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમજ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, વાયરલ થયેલ પત્રમાં આપવામાં આવેલી વિહતો સત્ય ન હોવાનો ખુલાસો કર્યો હતો.

ગાંધીનગર: રાજ્યમાં TATની પરીક્ષાને લઈને ફરજિયાત રજા અંગેનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે. રાજ્ય શિક્ષણ વિભાગના નામે વાયરલ થયેલા આ પત્રમાં 20 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગે પત્ર આપ્યો જ નથી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્ર અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ફરજિયાત રજા બાબતે વિભાગ દ્વારા આવો કોઈ પત્ર બહાર પાડવામાં આવ્યો નથી. વાયરલ પત્રમાં આપવામાં આવેલી વિગતો પણ સત્ય નથી.

પત્રમાં રજા અંગે કરવામાં આવ્યો હતો ઉલ્લેખ

વાયરલ થયેલા પત્રમાં TATની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફરજિયાત રજા અંગેની સૂચનાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 20 સપ્ટેમ્બર સુધી રજા હોવાની વિગતો પણ પત્રમાં દર્શાવવામાં આવી હતી. જેના પગલે શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ હતી.

વાયરલ થયેલ પત્ર

સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થતાં સ્પષ્ટતા

પત્ર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગે સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થયેલો પત્ર સત્તાવાર નથી અને તેમાં દર્શાવવામાં આવેલી વિગતોને સાચી માનવી નહીં.

આ પણ વાંચોઃ 'આજે તને અને તારા શેઠને જીવતા નહીં છોડું' કહી કર્મચારી પર છરીના ઘા ઝીંક્યા

ઉમેદવારો અને શાળાઓને અપીલ

શિક્ષણ વિભાગે વાયરલ મેસેજ કે પત્રના આધારે કોઈ નિર્ણય ન લેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. TATની પરીક્ષા અથવા રજા અંગેની કોઈપણ સત્તાવાર જાહેરાત વિભાગ તરફથી કરવામાં આવશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ .

સંકળાયેલા મુદ્દાઓ

TAT exam fake letter TAT exam Gujarat Gujarat Education Department

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ