ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં, પનીર બાદ દૂધમાં થયું ભેળસેળ, લાભ ખાટવા વનસ્પતિ ઘી ભેળવતા
Last Updated: 12:57 PM, 24 August 2026
રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી ચીજવસ્તુઓની બનાવટ અને વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે હરિપર ગામમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગામમાં રહેતા છ જેટલા શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના રહેણાંક મકાન તેમજ દૂધની ડેરીઓ પર રેડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં અલગ-અલગ સ્થળેથી શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT

શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી, દૂધનો પાવડર મળી આવ્યો
ADVERTISEMENT
દરોડા દરમિયાન કુલ આશરે ૭૧૫૦ લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તેમજ 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન વિરાભાઈ બાબનભાઈ ભારાઈ, અરજણભાઈ સન/ઓક હમીરસાઈદ ઉકાભાઈ હુણા, બધાભાઈ સન/ઓક બાબનભાઈ રામભાઈ ચાવડા, મેહુભાઈ સન/ઓક બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ સન/ઓક ભટકભાઈ નાથાભાઈ ભારાઈ તથા બોધાભાઈ સન/ઓક નાથાભાઈ માયાભાઈ વંશ સહિતના શખ્સોના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
રિપોર્ટ બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાશે
ટેકનિકલ એનાલિસિસ માટે સેમ્પલ સંબંધિત અધિકારીઓને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પરથી મળી આવેલ શંકાસ્પદ ભેળસેળયુક્ત બનાવટી દૂધ, વનસ્પતિ ઘી તથા દૂધ બનાવવાના પાવડરનો નાશ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મંત્રીના સગા ભાઈની પાછળ પડી ગઈ સરકાર? ખેડૂતને સમર્થન આપી મુશ્કેલીમાં મુકાયા, 6 રેડ પડી

ADVERTISEMENT
પિયુષ વાંદા, (DYSP, જામનગર ગ્રામ્ય)
તમામ સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવ્યા
ADVERTISEMENT
આ સમગ્ર બાબતે જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ જણાવ્યું હતું કે, ચેકીંગ દરમ્યાન 7150 લીટર શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો, દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલો મળી આવ્યો હતો. દૂધની ક્વોન્ટીટી શંકાસ્પદ જણાતા સ્થળ પર ફ્રૂડ સેફ્ટી ઓફીસરને તરત બોલાવવામાં આવ્યા હતા. અને કાયદાકીય રીતે સીલીંગ કરીને સેમ્પલ એકત્રિત કરીને કરવામાં આવ્યા છે. તેમજ આ સેમ્પલો તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તેમજ દૂધનો પર્યાવરણને કંઈ નુકસાન ન થાય રીતે ફ્રૂડ સેફ્ટી ઓફીસરની હાજરીમાં નિકાલ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.