ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ, AMCએ વરસાદમાં શહેરમાં લોકોના રેસ્ક્યુ માટે 10 સ્પીડ બોટ ખરીદી

અમદાવાદ / ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ, AMCએ વરસાદમાં શહેરમાં લોકોના રેસ્ક્યુ માટે 10 સ્પીડ બોટ ખરીદી

Published By: Kalpesh Kandoria

Last Updated: 12:41 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાય ત્યારે ફસાયેલા લોકોને બચાવવા AMC ફાયર બ્રિગેડ 10 નવી સ્પીડ બોટનો ઉપયોગ કરશે, જે સાત લોકોને ઝડપથી સલામત સ્થળે પહોંચાડશે.

અમદાવાદઃ ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી લોકો ઘરમાં ફસાઈ જાય છે, જ્યારે રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ ઠપ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમ માટે સૌથી મોટો પડકાર ફસાયેલા લોકોને ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો હોય છે. ખાસ કરીને જ્યાં પાણીનું સ્તર વધારે હોય અથવા રસ્તા પરથી વાહન લઈ જવું શક્ય ન હોય ત્યાં રેસ્ક્યૂ કામગીરી વધુ મુશ્કેલ બની જાય છે. હવે આવી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડને વધુ મજબૂત રેસ્ક્યૂ સાધન મળવાનું છે.

ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં રેસ્ક્યૂ કામગીરી માટે ૧૦ નવી સ્પીડ બોટ ખરીદી લેવામાં આવી છે. આ બોટનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બોટ પાણીમાં કેવી રીતે કામગીરી કરે છે, તેની ઝડપ કેટલી છે અને રેસ્ક્યૂ માટે તે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે તેની ચકાસણી કરવામાં આવી છે. હવે બોટની ડિલિવરી લેવાની પ્રક્રિયા બાકી છે. આગામી દિવસોમાં ડિલિવરી મળ્યા બાદ આ ૧૦ બોટને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવશે.

ભારે વરસાદ બાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી

તાજેતરમાં શહેરમાં પડેલા મુશળધાર વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાંક સ્થળોએ પાણીનું સ્તર ઝડપથી વધ્યું હતું અને લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં ફાયર બ્રિગેડના જવાનોને પાણીમાં ઊતરીને તેમજ વિવિધ સાધનોની મદદથી રેસ્ક્યૂ કામગીરી કરવી પડે છે. પાણીનું સ્તર વધારે હોય ત્યારે ફાયર બ્રિગેડનાં વાહનો પણ કેટલીક જગ્યાએ આગળ જઈ શકતાં નથી. રસ્તાઓ બંધ થઈ જાય અથવા પાણીનો પ્રવાહ વધી જાય ત્યારે બોટ મારફતે ઘટનાસ્થળે પહોંચવું વધુ અસરકારક સાબિત થઈ શકે છે. નવી ૧૦ સ્પીડ બોટનો મુખ્ય હેતુ પણ આવી જ પરિસ્થિતિમાં ઝડપી રેસ્ક્યૂ કામગીરી કરવાનો છે.

કઈ સ્થિતિમાં ઉપયોગી બનશે?

  • ભારે વરસાદ બાદ પાણી ભરાય ત્યારે
  • નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાય ત્યારે
  • સોસાયટી કે મકાનમાં પાણી ઘૂસી જાય ત્યારે
  • રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય ત્યારે
  • લોકો પાણીથી ઘેરાઈને ફસાઈ જાય ત્યારે
  • જમીનમાર્ગથી રેસ્ક્યૂ શક્ય ન હોય ત્યારે
  • નદી કે તળાવમાં પાણીનું સ્તર વધે ત્યારે
  • અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે

ર૦૦ કિલોની બોટ સરળતાથી લઈ જઈ શકાશે

નવી સ્પીડ બોટ એચડીપીઈ એટલે કે હાઇ ડેન્સિટી પોલીઇથિલિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવી છે. બોટનું વજન આશરે ર૦૦ કિલો છે. તેનું વજન પ્રમાણમાં ઓછું હોવાથી ફાયર બ્રિગેડના જવાનો તેને જરૂરિયાતવાળા સ્થળ સુધી સરળતાથી ઊંચકીને લઈ જઈ શકશે. રેસ્ક્યૂ કામગીરીમાં બોટને ઘટનાસ્થળે ઝડપથી પહોંચાડવી ખૂબ મહત્ત્વની હોય છે. ઘણી વખત પાણી ભરાયેલું સ્થળ મુખ્ય માર્ગથી દૂર હોય છે અથવા મોટા વાહનને ત્યાં લઈ જવું શક્ય હોતું નથી. આવી સ્થિતિમાં ર૦૦ કિલોની બોટને જવાનો દ્વારા સ્થળ સુધી લઈ જવાથી કામગીરી ઝડપથી શરૂ કરી શકાય છે.

પંચર કે તૂટી જવાનો ભય નહીં

બોટ એચડીપીઈ પ્લાસ્ટિકની હોવાથી તેની મજબૂતાઈ તેની મોટી વિશેષતા છે. સામાન્ય રબરની બોટની જેમ તેમાં પંચર પડવાની સમસ્યા રહેતી નથી. પાણીમાં કાટમાળ, પથ્થર કે અન્ય વસ્તુઓ હોય ત્યારે પણ બોટનો ઉપયોગ કરી શકાય તે રીતે તેની રચના કરવામાં આવી છે.

પૂર કે જળબંબાકારની સ્થિતિમાં પાણી ક્યારેક ગંદકી, કાટમાળ અને અન્ય સામગ્રી સાથે વહેતું હોય છે. આવી સ્થિતિમાં બોટ મજબૂત હોવી જરૂરી બને છે. નવી બોટની આ ખાસિયત રેસ્ક્યૂ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

એક બોટમાં સાત લોકોને રેસ્ક્યૂ કરી શકાશે

નવી સ્પીડ બોટમાં એકસાથે સાત લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડી શકાય છે એટલે કોઈ સોસાયટી, મકાન કે પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં એકસાથે અનેક લોકો ફસાયેલા હોય ત્યારે બોટની મદદથી ઝડપી કામગીરી કરી શકાશે. પરિવારના સભ્યો, વૃદ્ધો, બાળકો અથવા પાણીના કારણે બહાર નીકળી ન શકતા લોકોને બોટમાં બેસાડીને સલામત સ્થળે લઈ જઈ શકાશે. એક બોટમાં સાત લોકોની ક્ષમતા હોવાથી એક પછી એક લોકોને બહાર કાઢવાની કામગીરીમાં પણ સમય બચી શકે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં 5 વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી, અમદાવાદમાં 71,786 હેક્ટર બિન-ખેતી

૪૦ હોર્સપાવરનું યામાહા એન્જિન

નવી બોટમાં ૪૦ હોર્સપાવરનું યામાહા એન્જિન લગાવવામાં આવ્યું છે. આ એન્જિનની મદદથી બોટ કલાકના આશરે ૩પ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. પાણીમાં રેસ્ક્યૂ કામગીરી માટે ઝડપ ખૂબ મહત્ત્વની હોય છે. કોઈ વ્યક્તિ પાણીમાં ફસાઈ હોય અને પાણીનું સ્તર સતત વધી રહ્યું હોય ત્યારે ઝડપથી ઘટનાસ્થળે પહોંચવું જરૂરી બને છે. બોટમાં ૪૦ લિટરની પેટ્રોલ ટાંકી પણ આપવામાં આવી છે. લાંબી રેસ્ક્યૂ કામગીરી દરમિયાન પેટ્રોલની પૂરતી ક્ષમતા હોવાથી બોટને સતત ચલાવવામાં સરળતા રહેશે.

રસ્તો બંધ થાય ત્યારે બોટ બનશે રસ્તો

ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જાય ત્યારે ઘણી વખત રસ્તા પર વાહન ચલાવવું જોખમી બની જાય છે. કેટલાક વિસ્તારોમાં પાણી એટલું ભરાય છે કે વાહન પસાર થઈ શકતું નથી. આવી સ્થિતિમાં બોટ પાણીમાં આગળ વધીને ફાયર બ્રિગેડની ટીમને ફસાયેલા લોકો સુધી પહોંચાડશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોનાં મકાનો કે સોસાયટીઓ પાણીથી ઘેરાઈ જાય ત્યારે આ બોટનો ઉપયોગ મહત્ત્વનો બની શકે છે. જમીન માર્ગથી જ્યાં પહોંચવું મુશ્કેલ હોય ત્યાં પાણીના માર્ગે રેસ્ક્યૂ કામગીરી કરી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Waterlogging AMC Ahmedabad Speed Boat

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ