ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મંત્રીના સગા ભાઈની પાછળ પડી ગઈ સરકાર? ખેડૂતને સમર્થન આપી મુશ્કેલીમાં મુકાયા, 6 રેડ પડી

VIDEO / મંત્રીના સગા ભાઈની પાછળ પડી ગઈ સરકાર? ખેડૂતને સમર્થન આપી મુશ્કેલીમાં મુકાયા, 6 રેડ પડી

Published By: Vishal Khamar
Reported By: Vishal Jaishwal

Last Updated: 12:16 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજપોલના વળતર મુદ્દે રાજ્યકક્ષાના મંત્રી તેમજ તેમના ભાઈ રાકેશ અમૃતિયા ખેડૂતોના પ્રશ્નોને લઈ સામ સામે આવી જવા પામ્યા છે. ગઈકાલે કાંતિ અમૃતિયાએ 80 લાખ વળતર આપવા મુદ્દે નિવેદન આપ્યું હતું.

મોરબીમાં ખેતરમાં વીજપોલ નાંખવા મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. અવાર નવાર ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચડાવનાર નેતા તેમજ રાજ્યકક્ષાના મંત્રી અને તેમના ભાઈ સામ સામે આવી જવા પામ્યા છે.

થાંભલાઓ નાંખી દીધા પણ વળતર આવ્યું નથી' : રાકેશ અમૃતિયા

વીજપોલના વળતર મુદ્દે મંત્રી કાંતિ અમૃતિયા અને તેમના ભાઈ રાકેશ અમૃતિયા સામ સામે આવી જવા પામ્યા છે. રાકેશ અમૃતિયાએ તેમના ભાઈ કાંતિ અમૃતિયાને તીખા સવાલ પૂછ્યા હતા. રાકેશ અમૃતિયાએ તેમના ભાઈ કાંતિ અમૃતિયાને તીખા સવાલ પૂછ્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે, ક્યાં ખેડૂતોને 80 લાખ મળ્યા? થાંભલાઓ નાંખી દીધા પણ વળતર આવ્યું નથી. હળવદના જૂના દેવળીયામાં ખેડૂત જાગૃતિ સભામાં સરકારને આડેહાથ લીધા હતા.

400 ગણું વળતર આપો નહીંતર થાંભલા નાંખવા દેવાના નથી: રાકેશ અમૃતિયા

રાકેશ અમૃતિયાએ જણાવ્યું હતું કે, 400 ગણું વળતર આપો નહીંતર થાંભલા નાંખવા દેવાના નથી. વીજ થાંભલો નાંખવાની જમીનની કિંમત ઘટી જાય છે. મંજીરા વગાડીને સરકાર કોઈને કઈ પણ દે એમ નથી. ગઈકાલે મંત્રી કાંતિ અમૃતિયાએ 80 લાખ વળતર આપવા મુદ્દે નિવેદન આપ્યું હતું.

રાજ્ય કક્ષાના મંત્રીના સૂર અચાનક બદલાયા

મોરબીમાં વીજપોલ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ આંદોલન હજુ શાંત થવાનું નામ નથી લેતું. ખેડૂતોના પ્રશ્રનોને લઈ અવાર નવાર સરકાર સામે બાંયો ચડાવનાર રાજ્યકક્ષાના મંત્રીના સૂર અચાનક બદલાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગત રોજ મોરબીના વીજપોલ વળતર મુદ્દે શ્રમ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક થાંભલાના 70 લાખ રૂપિયા આપે છે જે ઓછાં નથી. થાંભલા અને તારના 70 લાખ આપી અને જમીન અમે લઈ નથી ગયા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી, અમદાવાદમાં 71,786 હેક્ટર બિન-ખેતી

જો તમે વળતર ન આપી શકો તો તમારા થાંભલા લઈ જાવઃ રતિભાઈ અમૃતિયા

તો બીજી બાજુ શ્રમ મંત્રીના સગાભાઈ અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આ મુદ્દે શ્રમ મંત્રી પર પ્રહાર કર્યા છે. કાંતિ અમૃતિયાના ભાઈ રતિ અમૃતિયાએ કહ્યું કે, અમારે 70-80 લાખ નથી જોતા. અમારે 4થી 6 ગણું વળતર જોઈએ છે.જો તમે વળતર ન આપી શકો, તો તમારા થાંભલા લઈ જાવ. તો પાલ આંબલિયાએ પ્રહાર કરતા કહ્યું કે. ખેડૂતોએ 15 જૂને વિરોધ નોંધાવ્યો. જેના કારણે સરકારે 4 અને 7 જુલાઈએ આ પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્ર પણ ખેડૂત વિરોધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanti Amrutiya electricity pole compensation Rakesh Amrutiya

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ