બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં વધુ 2 યુવકના મોત, 4થી વધુ દર્દીઓ હજુ સારવાર હેઠળ
Last Updated: 11:48 AM, 23 August 2026
ભાવનગરમાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં વધુ બે યુવકોના મોત થયા છે. આ સાથે નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સિવિલ હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં હજુ પણ ચારથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય અને મુકેશ ડામોરનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના બુગડ ગામના રહેવાસી મુકેશ ડામોરે પોતાના મિત્ર સાથે દારૂનું સેવન કર્યું હતું. ત્યારબાદ તેની તબિયત લથડી હતી.

ADVERTISEMENT
ભાર્ગવ ઉપાધ્યાય
મુકેશ ડામોરને શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ADVERTISEMENT

મુકેશભાઈ મણિલાલ ડામોર
ADVERTISEMENT
બીજી તરફ, કાળિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયની પણ દારૂના સેવન બાદ તબિયત ખરાબ થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ છોટા ઉદેપુરમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, થઇ શકે ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. નકલી દારૂના સેવન બાદ વધુ લોકોની તબિયત લથડતાં હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે તંત્ર અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.