બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શું ત્રીજીવાર માતા બનશે કરીના કપૂર? વાયરલ પ્રેગ્નન્સી સમાચારને નજીકના વ્યક્તિએ ગણાવ્યા ખોટા

photo-story

6 ફોટો ગેલેરી

Kareena Kapoor / શું ત્રીજીવાર માતા બનશે કરીના કપૂર? વાયરલ પ્રેગ્નન્સી સમાચારને નજીકના વ્યક્તિએ ગણાવ્યા ખોટા

Last Updated: 03:15 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kareena Kapoor third pregnancy rumours: કરીના કપૂર ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેનાથી તેની ગર્ભાવસ્થા અંગેની અફવાઓને વેગ મળ્યો હતો. જોકે, અભિનેત્રીની નજીકના એક સૂત્રએ હવે આ ખબર વિશેની હકીરત જણાવી છે...

1/6

photoStories-logo

1. કરીના કપૂરને લઇ ચર્ચા

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પાપારાઝીનું પણ તેના પર ધ્યાન રહે છે. તાજેતરમાં તે જીમમાંથી બહાર નીકળતી જોવા મળી હતી અને તેનો એક વીડિયો ઓનલાઇન સામે આવ્યો હતો. આ વીડિયો જોયા બાદ એવી અટકળો શરૂ થઈ કે કરીના ફરીથી ગર્ભવતી છે અને તે ત્રીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે. પરંતુ શું કરીના ખરેખર ગર્ભવતી છે? અભિનેત્રીના એક નજીકની વ્યક્તિએ હવે હકીકત જાહેર કરી છે. વાસ્તવમાં, કરીના કપૂરની પ્રેગ્નેન્સીને લઇ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પ્રેગ્નેન્સીની અટકળો

વીડિયોમાં કરીના જીમ-વેરમાં એક બિલ્ડિંગમાંથી બહાર આવતી જોવા મળે છે અને તેની ટીમ છત્રી વડે તેને ઢાંકીને સુરક્ષા આપી રહી છે. તેના પેટનો ભાગ જોઈને કેટલાક લોકોએ તેના પ્રેગ્નેન્સીની અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. જોકે, કરીનાના એક નજીકના સહયોગીએ હવે આ અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ સત્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પ્રેગ્નેન્ટ નથી કરીના કપૂર

કરીનાની નજીકના એક સૂત્રએ મીડિયાને સ્પષ્ટપણે કહ્યું, "કરીના પ્રેગ્નેન્ટ નથી. આ વાત સાચી નથી." બીજા શબ્દોમાં કહીએ તો, વાયરલ થયેલા વીડિયોના આધારે ત્રીજા બાળક વિશેની અટકળોમાં કોઈ સત્યતા નથી. ઉલ્લેખનીય છે કે કરીના અને સૈફે 16 ઓક્ટોબર, 2012ના રોજ મુંબઈમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રો છે—તૈમૂર અલી ખાન અને જેહ (જહાંગીર અલી ખાન).

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પ્રેગ્નેન્સી પર શું બોલી હતી કરીના ?

કરીના કપૂરે અગાઉ પરિવારનો વિસ્તાર કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરી ચૂકી છે. એક જૂના ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેણે સૈફને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેને હવે વધુ બાળકો જોઈતા નથી. મીડિયા સાથે વાત કરતા કરીનાએ કહ્યું હતું કે, સૈફે તેના જીવનના દરેક દાયકામાં પિતા બનવાનો અનુભવ કરી લીધો છે, અને હવે જ્યારે તે 60ના દાયકામાં છે ત્યારે તે ફરીથી આવું થાય તેમ ઈચ્છતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કરીના અને સેફ વચ્ચે સમજૂતી

કરીનાએ એ પણ જણાવ્યું કે, સૈફ તેના ચારેય બાળકોને સમય આપવા માટે પૂરો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું કે, તેમની વચ્ચે એક સમજૂતી છે: જ્યારે સૈફ કોઈ ફિલ્મનું શૂટિંગ કરતા હોય ત્યારે કરીના તે સમયગાળા દરમિયાન પોતાના કોઈ શૂટિંગનું આયોજન ન કરવાનો પ્રયત્ન કરે છે, અને તેઓ પોતાની જરૂરિયાતો મુજબ કામની જવાબદારીઓ વચ્ચે બેલેન્સ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ‘દાયરા’ માં જોવા મળશે કરીના

કાર્યક્ષેત્રની વાત કરીએ તો, કરીના કપૂર ટૂંક સમયમાં ‘દાયરા’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને એક ગંભીર ડ્રામા તરીકે વર્ણવવામાં આવી છે, જે ગુનો, સજા અને ન્યાયની આસપાસ ફરતી વાર્તા દ્વારા સમાજની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. તેનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે, જે 2023માં રિલીઝ થયેલી ‘સેમ બહાદુર’ બાદ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kareena kapoor third pregnancy rumours close ally confirms truth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ