બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ગોવિંદાના બીજા લગ્નની અફવા પર મેનેજરે તોડ્યું મૌન! કહ્યું- ‘આવું કંઈ નથી અને નહીં થાય’
5 ફોટો ગેલેરી
Last Updated: 11:16 AM, 22 August 2026
1/5
ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્નજીવન અંગેની અટકળો ફરી એકવાર તેજ બની છે, કારણ કે સુનીતાએ તેના પતિના બીજા લગ્ન કરવા અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. પાપારાઝી દ્વારા રેકોર્ડ કરાયેલી રાખી સાવંત સાથેની ફોન વાતચીતમાં સુનીતાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને ખબર પડી કે ગોવિંદા બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા છે, ત્યારે તેમણે પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. હવે, એક નવા ઈન્ટરવ્યુમાં ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ સ્પષ્ટ કર્યું છે કે ગોવિંદાના બીજા લગ્ન કરવા અંગે કોઈ વાતચીત થઈ રહી નથી.
2/5
મીડિયા સાથે વાત કરતા શશિ સિંહાએ સુનીતા તરફથી આવા નિવેદનો સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, "હું આ તમારા મુખેથી સાંભળી રહ્યો છું. આવી કોઈ વાત નથી અને ભવિષ્યમાં પણ આવું કંઈ થવાનું નથી. કોઈ બીજું લગ્ન થઈ રહ્યા નથી. તે તેમની પત્ની છે અને ચોક્કસપણે તેમના મનમાં કંઈક હશે, તેથી જ તેમણે આવું નિવેદન આપ્યું છે."
3/5
મેનેજરે એમ પણ કહ્યું કે, જો ગોવિંદા ખરેખર સુનિતા સાથેના લગ્ન ખતમ કે કોઈ અન્ય સંબંધમાં આગળ વધવા માંગતા હોત, તો તેમણે પોતે જ છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી હોત. પરંતુ તેમ ન થયું. તેના બદલે, સુનીતાએ જ છૂટાછેડા માટે અરજી કરી હતી, જે પાછળથી તેમણે પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો.
4/5
શશિ સિંહાએ વધુમાં જણાવ્યું કે, બંને સમજદાર અને પરિપક્વ વ્યક્તિઓ છે. તેમણે કહ્યું, "ગોવિંદાએ ક્યારેય જાહેરમાં સુનીતા વિરુદ્ધ એક પણ શબ્દ કહ્યો નથી, જ્યારે સુનીતાએ સતત ખાનગી બાબતોને સાર્વજનિક કરી છે." તેમણે ઉમેર્યું કે તેમને આશા છે કે બંને વચ્ચેના સંબંધો સુધરશે. મેનેજરના મતે, આ તેમના બાળકો માટે પણ સારું રહેશે, કારણ કે ઘરની નકારાત્મકતાની અસર તેમના પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ