બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દશામાંની મૂર્તિઓના વિસર્જનની અવ્યવસ્થા! ડફનાળા પાસે 2500થી વધુ મૂર્તિઓ, માત્ર 2 કુંડથી ભક્તોમાં રોષ
Last Updated: 12:47 PM, 22 August 2026
અમદાવાદમાં દશામાની મૂર્તિઓના વિસર્જનને લઈને AMCની વ્યવસ્થાને લઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ડફનાળા પાસે વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ભક્તોએ જ્યાં જગ્યા મળી ત્યાં દશામાની મૂર્તિઓ મૂકી દીધી અને ત્યાંથી રવાના થઈ ગયા.
ADVERTISEMENT

વિસર્જન માટે માત્ર બે જ કૂંડ બનાવવામાં આવ્યા
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, તંત્રના ધ્યાને સમગ્ર મામલો હોવા છતાં વિસર્જન માટે માત્ર બે જ કૂંડ બનાવવામાં આવ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં પહોંચેલી મૂર્તિઓના વિસર્જનમાં મુશ્કેલી સર્જાઈ હતી. પરિણામે 2,500થી વધુ મૂર્તિઓ ડફનાળા પાસે મૂકી દેવામાં આવી હતી.

ADVERTISEMENT
ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી
વિસર્જનની યોગ્ય વ્યવસ્થા ન થતાં ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભક્તોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવીને આ પ્રકારની અવ્યવસ્થાને કારણે ધાર્મિક લાગણી દુભાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ADVERTISEMENT
AMCની ટીમે મૂર્તિઓ હટાવવાની કામગીરી શરૂ કરી
ADVERTISEMENT
બીજી તરફ, મોટી સંખ્યામાં મૂર્તિઓ એકઠી થતાં AMCની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તમામ મૂર્તિઓને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હવે સવાલ એ છે કે તહેવાર અગાઉ વિસર્જન માટે પૂરતી વ્યવસ્થા હોવા છતાં માત્ર બે કૂંડ પર નિર્ભર રહેવાનું આયોજન કેમ કરવામાં આવ્યું અને હજારો મૂર્તિઓના વિસર્જન માટે પૂરતી વ્યવસ્થા કેમ ન કરાઈ?
આ પણ વાંચોઃ ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક દર્દીનું મો*ત! હાર્દિકભાઈ કિલજીના મો*ત સાથે મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
ADVERTISEMENT
દશામાની મૂર્તિઓના વિસર્જનને લઈને સર્જાયેલી આ અવ્યવસ્થાએ AMCની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.