ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / અમેરિકામાં ગુજરાતીઓ પર ફરી શિકંજો!, કેબ ડ્રાઈવરની ICE દ્વારા ધરપકડ

NRI News / અમેરિકામાં ગુજરાતીઓ પર ફરી શિકંજો!, કેબ ડ્રાઈવરની ICE દ્વારા ધરપકડ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:14 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News: શિકાગોમાં આઇસીઇ દ્વારા એક ગુજરાતી કેબ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. બુધવારે સવારે ઓક ફોરેસ્ટના ઈન્ડિપેન્ડન્સમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

NRI News: શિકાગોમાં આઇસીઇ દ્વારા એક ગુજરાતી કેબ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. બુધવારે સવારે ઓક ફોરેસ્ટના ઈન્ડિપેન્ડન્સમાંથી ધરપકડ કરવામાં આવી છે. અરેસ્ટ કરાયેલો શખસ એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પોતાની પેસેન્જરને લેવા માટે પહોંચ્યો હતો અને તે વખતે આઇસીઇના એજન્ટ્સે તેને ઘેરી લીધા બાદ હાથકડી પહેરાવી દીધી હતી.

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર શિકાગોમાં એક ગુજરાતી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ નગીનભાઇ હોવાનું કહેવાય છે પરંતુ આ મામલે સત્તાવાર કોઇ પુષ્ટિ નથી થઇ. શિકાગોમાં રહેતા ગુજરાતીઓના વોટ્સએપ ગ્રુપમાં પણ આ અંગેના મેસેજ ફરતા થયા છે. બુધવારના સવારે સાડા નવ વાગ્યાની આસપાસ આ શખસને ઝડપી લેવાયો હતો. અરેસ્ટ કરાયેલો શખસ એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પેસેન્જરને લેવા પહોંચ્યો હતો ત્યારે આઇસીઇ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

શિકાગોમાં આ પ્રકારના કેસ અગાઉ પણ બની ચૂક્યા છે જેમાં કેટલાક ગુજરાતીઓને છ મહિના સુધી પણ જેલમાં રહેવું પડ્યું હતું. આવા જ એક મામલામાં 2025ના એન્ડમાં પકડાયેલો એક ગુજરાતી હજુ ગયા મહિને જ જેલમાંથી બહાર આવ્યો હતો તેમજ બીજા કેટલાક લોકો બેથી ચાર મહિના સુધી જેલમાં રહ્યા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ NRI / ભારતીયો માટે નવો ઝટકો: ટેક્સાસની પબ્લિક સ્કૂલોમાં H-1B વીઝા હાયરિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી

જેમના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય કે પછી અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતા હોય તેમજ ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેક્શન ના મળ્યું હોય તેમની આ પ્રકારે ધરપકડ કરવામાં આવતી હોય છે. પહેલાથી જ આઇસીઇની નજરમાં હોય તેવી પૂરી શક્યતા છે, કારણકે તેની કંપ્લેટ રેકી કર્યા બાદ એક નિશ્ચિત સ્પોટ પરથી તેને ઉઠાવવામાં આવ્યો છે.

રિપબ્લિકન સ્ટેટમાં રહેતો કોઈ ઈલીગલ ઈમિગ્રન્ટ જો સામાન્ય બાબતમાં પોલીસના હાથમાં આવી જાય તો પણ તેને પકડીને ICEને સોંપી દેવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICE NRI News Chicago

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ