બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ભારતીયો માટે નવો ઝટકો: ટેક્સાસની પબ્લિક સ્કૂલોમાં H-1B વીઝા હાયરિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી
Last Updated: 11:58 PM, 20 August 2026
અમેરિકામાં નોકરી કરવા માટે સૌથી લોકપ્રિય ગણાતા H-1B વીઝાને લઈને ટેક્સાસ રાજ્યમાં નવો વિવાદ ઉભો થયો છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે પ્રસ્તાવ મૂક્યો છે કે રાજ્યની પબ્લિક શાળાઓ દ્વારા વિદેશી કર્મચારીઓ માટે H-1B વીઝા સ્પોન્સર કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે. આ પગલાથી શિક્ષકોની અછત પૂરી કરવા માટે H-1B પ્રોગ્રામ પર નિર્ભર શાળા વિસ્તારોને મોટો ફટકો પડશે. ગવર્નર એબોટે જણાવ્યું કે તેઓ ટેક્સાસની લેજિસ્લેચરમાં એવો કાયદો પસાર કરાવવા માંગે છે, જેથી રાજ્યની પબ્લિક શાળાઓમાં H-1B વીઝા પર કામ કરતા કર્મચારીઓની સંખ્યા શૂન્ય થઈ જાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્રસ્તાવ ટેક્સાસના એજ્યુકેશન સિસ્ટમમાંથી વિદેશી પ્રભાવ મર્યાદિત કરવાના એબોટના પ્રયાસોનો એક ભાગ છે. તેઓ એવો કાયદો પણ લાવવાની યોજના બનાવી રહ્યા છે જે પબ્લિક સ્કૂલોને વિદેશી સ્ત્રોતો પાસેથી ભેટ લેવા કે નાણાકીય કરાર કરવાથી રોકશે. યુનિવર્સિટીઓ માટે આ નિયમો પહેલેથી જ લાગુ છે. ટેક્સાસના શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા મોટાભાગના H-1B વીઝા ધારકોને યુનિવર્સિટીઓ અને હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ્સમાં નોકરી મળે છે. જોકે, દ્વિભાષી શિક્ષણ જેવા પદો પર શિક્ષકોની અછત દૂર કરવા પબ્લિક સ્કૂલો પણ આ પ્રોગ્રામનો ઉપયોગ કરે છે. સરકારી ડેટા અનુસાર, ટેક્સાસમાં ડલ્લાસ ઇન્ડિપેન્ડેન્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધુ 171 H-1B વીઝા ધારકો કામ કરે છે.

ADVERTISEMENT
ઓસ્ટિનમાં એક કાર્યક્રમ દરમિયાન ગવર્નર એબોટે કહ્યું હતું કે, અમે આ વાતથી કંટાળી ગયા છીએ કે ફેડરલ સરકાર H-1B વીઝા પર આવતા લોકોની સંખ્યા પર કોઈ સીમા નક્કી કરી રહી નથી. ફેડરલ સરકારની નિષ્ફળતાને કારણે ટેક્સાસે કડક વલણ અપનાવવું પડી રહ્યું છે. આ પ્રસ્તાવિત પ્રતિબંધ સીધો લાગુ થઈ શકે નહીં. ટેક્સાસ વિધાનસભાની બેઠક આગામી વર્ષે મળવાની છે, જ્યાં સાંસદોની મંજૂરી બાદ જ ગવર્નર આ કાયદા પર સાઇન કરશે. એબોટ ઈચ્છે છે કે આ કાયદામાં હાલમાં પબ્લિક શાળાઓમાં કામ કરી રહેલા H-1B વીઝા હોલ્ડર્સ અને ભવિષ્યમાં વીઝા ઈચ્છુક લોકો બંનેને આવરી લેવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ NRI / 15 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યાં છે અમેરિકાના આ નિયમો, જે ભારતીયોને કરશે સીધી અસર
ADVERTISEMENT
જો તમે અમેરિકામાં એજ્યુકેશન ક્ષેત્રે ડિગ્રી મેળવી રહ્યા છો અને ટેક્સાસમાં ટીચિંગ જોબ મેળવવાની તૈયારી કરી રહ્યા છો, તો આ યોજનાથી મોટો ફટકો પડી શકે છે. જો પ્રતિબંધ લાગુ થશે તો શિક્ષક તરીકે નોકરી મળવી મુશ્કેલ બનશે. આ સિવાય કેટલીક શાળાઓમાં ટેકનિકલ કોર્સ માટે ભારતીય આઈટી/ટેક વર્કર્સની પણ હાયરિંગ થાય છે, જેના પર આ પ્રતિબંધની સીધી નકારાત્મક અસર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Rate / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ
ADVERTISEMENT