ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / અમદાવાદમાં જન્મેલા ન્યુઝીલેન્ડના આ ક્રિકેટરે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

સ્પોર્ટ્સ / અમદાવાદમાં જન્મેલા ન્યુઝીલેન્ડના આ ક્રિકેટરે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

Published By: Pravin Joshi

Last Updated: 04:31 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ગુજરાતમાં જન્મેલા અને ન્યુઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા 38 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

ભારતીય મૂળના અને ન્યુઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ડાબોડી ઓપનિંગ બેટ્સમેન જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 38 વર્ષીય જીત રાવલનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ તેઓ નાની વયના હતા ત્યારે જ તેમનો પરિવાર ન્યુઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો હતો. તેમણે કીવી ટીમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 24 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 39 ઇનિંગ્સમાં 1 શતક અને 7 અડધી સદી સાથે 1143 રન બનાવ્યા હતા.

didha - 2026-10-09T163041.521

અમદાવાદની સ્કૂલથી ન્યુઝીલેન્ડ સુધીની રસપ્રદ સફર

જીત રાવલે પોતાના બાળપણના શરૂઆતી વર્ષો ભારત અને ગુજરાતમાં જ વિતાવ્યા હતા. અમદાવાદમાં તેમણે જે શાળામાં અભ્યાસ કર્યો હતો, તે જ શાળામાં ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ પણ ભણતા હતા. પોતાના સપનાઓને સાકાર કરવા માટે તેમનો પરિવાર ન્યુઝીલેન્ડ સ્થળાંતરિત થયો હતો. નિવૃત્તિ અંગે વાત કરતાં જીત રાવલે ભાવુક થઈને કહ્યું, ન્યુઝીલેન્ડ માટે ક્રિકેટ રમવું એ મારા માટે ભારે સન્માન અને સૌભાગ્યની વાત રહી છે. હું આ નિર્ણયથી સંપૂર્ણપણે સંતોષ અનુભવું છું. નાનપણથી જ કીવી ટીમ માટે રમવાનું મારું અને મારા પિતાનું સપનું હતું. મારા પિતાએ મને આ તક પૂરી પાડવા માટે પરિવાર સાથે ન્યુઝીલેન્ડ શિફ્ટ થવાનો મોટો નિર્ણય લીધો હતો, જેના કારણે જ હું મારું સપનું પૂરું કરી શક્યો.

didha - 2026-10-09T163106.252

જીત રાવલનું આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ-ક્લાસ કરિયર

જીત રાવલે નવેમ્બર 2016 માં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ જ ટેસ્ટ ઇનિંગ્સમાં તેમણે 55 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં 36 રન બનાવી અણનમ રહ્યા હતા. તેમણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ વર્ષ 2020 માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ખાતે રમી હતી.

વધુ વાંચો : ICC રેન્કિંગમાં ભારતીય કેપ્ટનોનો જલવો, ગિલ ટૉપ પર યથાવત, શ્રેયસ ઐય્યરની ટૉપ 10માં એન્ટ્રી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત, જીત રાવલ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે. પોતાના 164 ફર્સ્ટ-ક્લાસ મેચોના વિશાળ કરિયરમાં તેમણે 47.91 ની શાનદાર સરેરાશથી 10,432 રન બનાવ્યા હતા, જેમાં 24 સદીઓ અને 50 અડધી સદીઓ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JeetRaval NewZealandCricket CricketRetirement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ