ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં Ola, Uber સહિતની એપ આધારિત કેબ માટે લઘુતમ ભાડાની નીતિ જાહેર થશે
Last Updated: 12:33 PM, 9 October 2026
ADVERTISEMENT
Gujarat Cab Minimum Fare Policy : રાજ્ય સરકાર ટૂંક સમયમાં એપ આધારિત કેબ અને ઓટોરિક્ષા સંચાલકો માટે નીતિ જાહેર કરશે. આ નીતિ હેઠળ તેમનું લઘુતમ ભાડું નક્કી કરવામાં આવશે. તાજેતરમાં ઓલા, ઉબર અને રેપિડોના સંચાલકોને ભાડાના મુદ્દે મોટા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરોએ બહિષ્કાર પણ કર્યો હતો. મુસાફરોએ કેબ અને ઓટોરિક્ષાચાલકો દ્વારા વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો પણ કરી હતી, બીજી તરફ કેટલાક ડ્રાઈવરો મુસાફરોને ભારત ટેક્સી નામના સહકારી ધોરણે ચાલતા રાઈડ હેલિંગ મોડલ તરફ વળવા અપીલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઓએ આ મુદ્દે યુનિયનો સાથે બે તબક્કાની ચર્ચા કરી છે. પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે કેબ સંચાલકો માટેના નવા નિયમો રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કેબ એગ્રીગેટર્સ સંબંધિત નિયમોની જાણ રાજ્યને કરી છે અને રાજ્ય સરકાર પણ તેને અનુસરશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે નવા નિયમો હેઠળ લઘુતમ બેઝ ભાડું નક્કી કરવામાં આવશે, જેનું પાલન કેબ સંચાલકો માટે ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નવા ભાડાના દર ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ કેબ એગ્રીગેટર્સને પીક અવર્સ દરમિયાન બેઝ ભાડા કરતાં વધુમાં વધુ બમણું ભાડું વસૂલવાની છૂટ છે, જ્યારે નોન પીક અવર્સ દરમિયાન લઘુતમ ભાડું બેઝ ભાડાના ૫૦ ટકા રાખવાનું રહેશે.
આ પણ વાંચો : અમદાવાદના મકરબા ફ્લાયઓવર પાસે ટ્રાફિકજામથી રાહત માટે સિગ્નલ મૂકવાનો નિર્ણય
ADVERTISEMENT
આ ઉપરાંત મુસાફરોને ઝડપથી રાઈડ મેળવવા માટે વધારાની રકમ ચૂકવવા પ્રેરિત કરતી પ્રી-રાઈડ ટિપિંગની વ્યવસ્થાને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સત્તાવાર રીતે પ્રતિબંધિત કરી છે. આથી મુસાફરો પર ઝડપથી રાઈડ મેળવવા માટે વધારાના પૈસા ચૂકવવાનું દબાણ ઊભું ન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT