ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: હવાઈ સફર થઈ મોંઘી, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્યુઅલ ચાર્જ વધાર્યો
Last Updated: 11:37 PM, 8 October 2026
ADVERTISEMENT
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને જિયોપોલિટિકલ તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઉર્જા બજાર તેમજ એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. વિમાનના ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ની કિંમતોમાં થયેલા ભારે ઉછાળાને પગલે એર ઈન્ડિયા (Air India) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ઈન્ડિગો દ્વારા પણ સરચાર્જ વધારવામાં આવ્યો હતો. આ નિર્ણયથી દેશી અને વિદેશી રૂટ્સ પર મુસાફરી કરતા ફ્લાયર્સના ખિસ્સા પર સીધો બોજ પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા ફેરફાર મુજબ, ઈન્ડિયાના ડોમેસ્ટિક તેમજ નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, યુકે, વેસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટના રૂટ્સ પર ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવશે:
ADVERTISEMENT
1001 km થી 1500 km સુધીના પ્રવાસ પર: 850 રૂપિયા સરચાર્જ
1501 km થી વધુ અંતરના પ્રવાસ પર: ફિક્સ્ડ 1200 રૂપિયા સરચાર્જ
ADVERTISEMENT
નોર્થ અમેરિકા: 215 ડોલર
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા: 210 ડોલર
યુરોપ અને યુકે: 135 ડોલર
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા અનુસાર, સુધારેલો ફ્યુઅલ સરચાર્જ નવી બુકિંગ્સ પર લાગુ થશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે આ દરો 9 October ના રોજ 00:00 વાગ્યાથી (IST) અને એર ઈન્ડિયા માટે 9 October ના રોજ 11:00 વાગ્યાથી (IST) અમલમાં આવી જશે.

એરલાઈન્સ કંપનીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ ફ્લાઈટના કુલ ઓપરેશનલ ખર્ચ (ઓપરેટિંગ કોસ્ટ) માં આશરે 40% હિસ્સો એકલા ઈંધણનો હોય છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઈંધણના પુરવઠાને અસર થઈ છે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ અને ATF ના ભાવ સતત વધી રહ્યા છે. સાથે જ મજબૂત થતા ડોલરના કારણે પણ એરલાઈન્સનો ખર્ચ વધ્યો છે. જો આ વધારાનો બોજ સરચાર્જ રૂપે ન વસૂલાય તો કંપનીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ હતો.
આ પણ વાંચોઃ બિઝનેસ / ચીનમાં મંદી અને EV ખર્ચે વધારી મુશ્કેલી, આ કંપનીમાં 1 લાખ કર્મચારીઓની નોકરીઓમાં મુકાશે કાપ
એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તાજેતરના મહિનાઓમાં ATF ની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઈંધણના વધેલા ભાવોને કારણે એરલાઈન્સના દૈનિક સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. વધેલી પડતર કિંમતોનો બોજ ઘટાડવા અને ગ્રાહકોને અવિરત તથા ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવા માટે જ ફ્યુઅલ સરચાર્જમાં આ વ્યવહારુ ફેરફાર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT