ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / EC સામે વિરોધ વચ્ચે 42 પૂર્વ જજ મેદાનમાં, SIR અને બંધારણીય સંસ્થાઓના બચાવમાં ખુલ્લો પત્ર

નેશનલ / EC સામે વિરોધ વચ્ચે 42 પૂર્વ જજ મેદાનમાં, SIR અને બંધારણીય સંસ્થાઓના બચાવમાં ખુલ્લો પત્ર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:43 PM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Election Commission: વિપક્ષના વિરોધ વચ્ચે 42 નિવૃત્ત ન્યાયાધીશોએ બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં એક ખુલ્લો પત્ર લખ્યો છે.

ADVERTISEMENT

એસઆઇઆર, મત ચોરી અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ના રાજીનામાને લઇ વિપક્ષના વિરોધ વચ્ચે 42 નિવૃત્ત ન્યાયાધીશોએ બંધારણીય સંસ્થાઓના પક્ષમાં દેશને નામ ઓપન લેટર લખ્યો છે. પત્રમાં ન્યાયાધીશોએ ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓને નબળા પાડવાના પ્રયાસો સામે ચેતવણી આપી હતી.

તેઓએ કહ્યું હતું કે આવા પ્રયાસોથી જનતાનો વિશ્વાસ ઓછો થશે, અને જ્યારે "મતનો કોઈ અર્થ રહેતો નથી, ત્યારે શેરી વિરોધ વધશે." કડક શબ્દોમાં લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "અશાંતિની શરૂઆત એક નેરેટિવથી થાય છે. પછી અરાજકતાવાદી અને ઉગ્રવાદી તત્વો તે ખાલી જગ્યા પર કબજો કરે છે.

કેટલાક દેશની અંદર હોય છે, જ્યારે કેટલાકને સરહદ પારથી સંકેતો મળે છે." આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદીમાં ફેરફાર સામે જોરદાર વિરોધ કરી રહ્યા છે.

બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાનું કાવતરું

નિવૃત્ત ન્યાયાધીશોએ ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને અન્ય બંધારણીય સંસ્થાઓને નબળા પાડવાના ચાલી રહેલા અભિયાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કોઈ પુરાવા વગર "મત ચોરી" ના આરોપો પર સવાલ ઉઠાવ્યા છે અને બંધારણીય અધિકારીઓને વારંવાર "ચોર" અને "મિલિભગત" બતાવવા પર ચેતવણી આપી છે.

પત્રમાં જણાવાયું છે કે, "અમે આ લખી રહ્યા છીએ કારણ કે આવા સમયે ચૂપ રહેવું એ ન્યૂટ્રલ વિકલ્પ નથી. અમારી ચિંતા ગંભીર છે. ભારતની બંધારણીય સંસ્થાઓ પર સતત હુમલો થઈ રહ્યો છે."

ન્યાયાધીશોએ ભાર પૂર્વક કહ્યુ કે આ હુમલાઓ ઇરાદાપૂર્વકની ટીકા નથી. તેમણે લખ્યું કે, "આ રાજકીય હિતોથી પ્રેરિત એક સોચી-સમજી મુહિમ લાગે છે, જેમાં વિશ્વના સૌથી મોટા લોકશાહીને અસ્થિર કરવાના સંભવિત વિનાશક પરિણામોની કોઈ પરવા નથી."

ન્યાયાધીશો SIR ને સમર્થન આપે છે

મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) નો બચાવ કરતા, પત્ર પર હસ્તાક્ષર કરનારા ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે તે સ્વચ્છ અને સચોટ મતદાર યાદી તૈયાર કરવાના હેતુથી કાયદેસર રીતે ફરજિયાત પ્રક્રિયા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / ધરણા પ્રદર્શન માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો, રાહુલ ગાંધી બોલ્યા- 'અમને પ્રદર્શન કરતાં રોકી રહ્યા છે'

પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે "વિશ્વાસ લોકશાહીની સાચી મૂડી છે." તેમાં જણાવાયું છે કે ચૂંટણીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવાના પ્રયાસો અશાંતિ તરફ દોરી શકે છે અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી શકે છે.

પત્રમાં એમ પણ કહેવાયું છે કે સંસ્થાઓની ટીકા કરવી એ લોકશાહી અધિકાર છે, પરંતુ તેમને નબળા પાડવાનો નથી. આ પત્રમાં રાજકીય પક્ષોની આકરી ટીકા કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sir Election Commission Congress Demonstration

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ